વેરાવળ, સુત્રાપાડા, તલાલા અને કોડીનાર તાલુકાનાં આગેવાનો સામે લેવાયા શિક્ષાત્મક પગલા
ગીર સોમનાથ જિલ્લામાં નીચે મુજબના હોદેદારો, કાર્યકર્તા ધ્વારા સ્થાનિક સ્વરાજયની ચુટણી દરમ્યાન પાર્ટીને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરવાનું ધ્યાને આવેલ છે.જે બાબતે તેઓ સામે શિક્ષાત્મક પગલા લઇ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદાઓ પરથી તથા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમીક સભ્ય પદેથી આગામી 6 વર્ષ માટે તાત્કાલીક અસરથી બરતરફ કરવામં આવે છે. તેમ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર ની યાદી મા જણાવવામાં આવે છે.
બરતરફ કરાયેલ ભાજપ આગેવાનોમાં જેઠાભાઈ સોલંકી અરણેજ, કોડીનાર, સુનિલભાઈ રાઠોડ સિંધાજ, કોડીનાર, ભીખા કાળા ગોહિલની ખાણ, કોડીનાર, મનહર પ્રતાપ મોરી-પીપળી, કોડીનાર, મહેશભાઈ મોરી-કોડીનાર,ભરતભાઈ જેઠાભાઈ બારડ-દેવળી દેદાની, કોડીનાર, મેહુલભાઈ હરીભાઈ કારાવડીયા તાલાળા તાલુકો, દિનેશભાઈ જીણાભાઈ બાકુજેપુર, તાલાળા તાલુકો, પુંજાભાઇ જગમાલભાઇ બારડ- વડોદરા ઝાલા સુત્રાપાડા, અજયભાઈ લખમણભાઇ ચારીયાડારી, તા. વેરાવળ, અનિલભાઈ રણસીભાઈ વાજા બીજ, હરીભાઈ કાનજીભાઈ ફુલબારીયા ધામળેજ, તા. સુત્રાપાડા, દેવદાસ ભાઈ મેરગભાઈ પરમાર-સવની, તા. વેરાવળનો સમાવેશ થાય છે.
