કોંગ્રેસ કે આપિયો-પાપિયો આવ્યો તો તમારી નવરાત્રી રાત્રે 12 વાગ્યે બંધ : હર્ષ સંઘવી

રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર જંગલેશ્વરમાંથી 70% અતિક્રમણ દૂર કરાયું, બાકીનું 30% પણ ટૂંક સમયમાં સાફ થશે સુરતમાં…

રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર

જંગલેશ્વરમાંથી 70% અતિક્રમણ દૂર કરાયું, બાકીનું 30% પણ ટૂંક સમયમાં સાફ થશે

સુરતમાં આપિયા, પાપિયા અને ટાપિયાઓ’એ ઉઘરાણીના ધંધા શરૂ કર્યા છે: સંઘવીનો ગંભીર આક્ષેપ

રાજકોટ શહેરમાં આયોજિત ’પ્રબુધ્ધ નાગરિક સંમેલન’માં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસના શાસનને ’કુશાસન’ ગણાવતા દાવો કર્યો હતો કે, રાજકોટમાં 2021માં ભારતીય જનતા પાર્ટીને જે પરિણામ મળ્યું હતું, તેના કરતા પણ વધુ સારું પરિણામ આગામી 2026ની ચૂંટણીમાં મળવાનું છે.

પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ભલે અન્ય કોઈ પણ રાજ્યમાં હોય, પરંતુ કેટલીક પાર્ટીઓ દ્વારા હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવામાં આવે છે. તેમણે પંજો (કોંગ્રેસ), ઝાડુ (આમ આદમી પાર્ટી) કે સપા (સમાજવાદી પાર્ટી) જેવી અન્ય પાર્ટીઓને ગુજરાત સાથે શું વાંધો છે તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો. આ સાથે જ તેમણે સુરતનો ઉલ્લેખ કરતા આક્ષેપ કર્યો હતો કે, ત્યાં ’આપિયા, પાપિયા અને ટાપીયાઓ’એ ઉઘરાણીના ધંધાઓ શરૂૂ કરી દીધા છે.

રાજ્યમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો અંગે થયેલી કામગીરીનો ચિતાર આપતા ડેપ્યુટી સીએમએ કહ્યું કે, આ વર્ષમાં અમદાવાદના ચંડોળા તળાવ, રાજકોટનું જંગલેશ્વર, દ્વારકાનું હર્ષદ, સોમનાથ અને કચ્છ સહિતના વિસ્તારોમાં સરકારી જમીનો પર કરાયેલા અતિક્રમણો કડકાઈથી દૂર કરાયા છે.

ખાસ કરીને રાજકોટના જંગલેશ્વર વિસ્તાર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ વિસ્તાર ડ્રગ પેડલર, બુટલેગરો અને લુખ્ખા તત્વોનું એપી સેન્ટર બની ચૂક્યો હતો. અહીં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 70% જેટલું અતિક્રમણ દૂર કરી દેવામાં આવ્યું છે અને બાકીનું 30% અતિક્રમણ પણ આવનારા દિવસોમાં સાફ કરી દેવામાં આવશે.

લોકોને ચેતવણી આપતા અને વિપક્ષ પર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “જો રાજકોટના એક પણ વોર્ડમાં કોંગ્રેસીઓ કે ’આપિયો-પાપીઓ’ ચૂંટાઈને આવી ગયો, તો તેઓ તમારી નવરાત્રી રાત્રે બાર વાગ્યે જ બંધ કરાવી દેશે.” તેમણે પોતાના આગવા અંદાજમાં ઉમેર્યું હતું કે, જો આવું થશે તો મારે તેમને સરખા કરવા માટે છેક ગાંધીનગરથી રાજકોટ આવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *