મહિલા આરક્ષણના નામે લોકોની આંખમાં ધૂળ નાખી : વાસનિક

AICCના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના છેલ્લા દિવસોમાં દરેક રાજકીય પક્ષ પ્રચારના ધમધમાટમાં વ્યસ્ત છે ત્યારે ગઈકાલે એઆઈસીસીના…

AICCના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના છેલ્લા દિવસોમાં દરેક રાજકીય પક્ષ પ્રચારના ધમધમાટમાં વ્યસ્ત છે ત્યારે ગઈકાલે એઆઈસીસીના મહામંત્રી તથા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ ભાજપના નેતા તરીકે દેશને સંબોધન કર્યું તે અયોગ્ય છે ખરા અર્થમાં તેઓએ પ્રધાનમંત્રી તરીકે સંબોધન કરવું જોઈએ. એટલું જ નહીં મહિલા આ રક્ષણ 2023 માં પાસ થઈ ગયું હતું છતાં પણ આ બિલના નામ પર માત્ર લોકોની આંખમાં ધૂળ નાખવાનું જ કામ ભાજપ એ કર્યું છે અને લોકો તેને ઓળખી પણ ગયા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગત વર્ષે 100 વર્ષ પૂરા થયા પરંતુ તેમાં એક પણ મહિલા પ્રમુખ કેમ ન બની તે અંગે પણ અનેકવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા એટલું જ નહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુરુષ સંગઠન છે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. જેમાં એક પણ મહિલાને જગ્યા આપવામાં આવી નથી. બીજી તરફ તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં આજ દિન સુધી એક પણ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ કેમ ન બની તો ભાજપ કઈ રીતે મહિલા અનામત બીલની તરફેણ કરી રહ્યું છે.

જ્યારે કોંગ્રેસમાં ત્રણ દાયકા સુધી મહિલાઓને અધ્યક્ષ તરીકે નેતૃત્વ આપવામાં આવ્યું છે જે ખરા અર્થમાં મહિલા અનામત આરક્ષણ ના સપોર્ટમાં છે. અંતમાં ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગ્રામ્ય સ્તરે જે પ્રકારે કામ કરી રહ્યું છે તેનાથી ગુજરાતની જનતાનો કોંગ્રેસ પર ભરોસો વધ્યો છે..

મહેશ રાજપૂત શહેર કોંગ્રેસ કાર્યાલયના બદલે કારમાં જ બેસી રહ્યા
કોંગ્રેસ આગેવાન મહેશ રાજપુત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સહભાગી થયા ન હતા અને તેઓ બહાર પોતાની ગાડીમાં બેઠેલા નજરે પડ્યા આ બાબતે જ્યારે તેઓને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે તેઓ તેમની ફરજ બજાવી રહ્યા છે જેથી એ વાત તો સ્પષ્ટ છે કે ભાજપની સાથે કોંગ્રેસમાં પણ આંતરિક જૂથવાદ ચરમશીમાએ છે હાલ શું કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસમાં પણ ઉકળતો ચરુ ઉભો થયો છે ત્યારે કોંગ્રેસ કઈ રીતે તેને શાંત પાડશે તે સૌથી મહત્વનો મુદ્દો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *