પ્રચારના અંતિમ તબક્કામાં વોર્ડવાલીનો ગાળિયો જૂના જોગીઓના ગળામાં

ભાજપમાં અત્યાર સુધી સાઈડમાં ધકેલાયેલા નેતાઓનું મહત્ત્વ અચાનક વધી ગયું, હારનો ભય કે અસંતોષની આગ ઠારવાનો હેતુ ? ડેમેજ કંટ્રોલ કરવામાં નવા નેતાઓનો પનો ટૂંકો…

ભાજપમાં અત્યાર સુધી સાઈડમાં ધકેલાયેલા નેતાઓનું મહત્ત્વ અચાનક વધી ગયું, હારનો ભય કે અસંતોષની આગ ઠારવાનો હેતુ ?

ડેમેજ કંટ્રોલ કરવામાં નવા નેતાઓનો પનો ટૂંકો પડ્યાની ઉપસતી છાપ, પ્રદેશ કક્ષાએથી અચાનક ફેરફારના સૂચનો ચર્ચાની એરણે

ભાજપમાં હાલ આંતરિક વિખવાદ અને જૂથવાદ ચરમશીમાએ પહોંચી ગયો છે ત્યારે તેની સીધી જ અસર હાલ મતદાન ઉપર પણ પડે તો નવાઈ નહીં. બીજી સૌથી મોટી વાત એ છે કે રાજકોટ મહાનગર માટે જે બેઠકોની વહેંચણી પ્રદેશ સંગઠન દ્વારા કરવામાં આવી હતી તેનાથી વિવિધ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ત્યારે આ રોષને શાંત પાડવા અને ડેમેજ કંટ્રોલ કરવા શહેર ભાજપ સંગઠન મેદાને આવ્યું હતું. જે શક્ય ન થતા અંતે સળગતું નારિયળ પ્રદેશ સંગઠન ને મોકલી આપવામાં આવ્યું અને પ્રદેશ સંગઠન પણ આ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રચારના અંતિમ તબક્કામાં જે વોર્ડવાલી બનાવવામાં આવ્યા અને તેનો ગાડીઓ જુના જોગીઓના ગળામાં નાખી દીધો છે. જે અનેકવિધ પ્રશ્નો ઊભા કરે છે. બીજી મહત્વની વાત તો એ છે કે ભાજપમાં અત્યાર સુધી સાઈડમાં ધકેલાયા નેતાઓનું મહત્વ અચાનક વધી ગયું ત્યારે હારનો ભાઈ કે અસંતોષની આગ ઠારવાનો હેતુ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. મળતી માહિતી મુજબ ડેમેજ કંટ્રોલ કરવામાં નવા નેતાઓના પન્ના ટૂંકા પડ્યાની વાત હાલ ચર્ચા રહી છે ત્યારે પ્રદેશ કક્ષાએથી અચાનક ફેરફારના સૂચનો ચર્ચાની એરણે છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપએ આ વખતે પહેલી જ વાર વોર્ડવાલીની એક અલગ જ જવાબદારી ઉભી કરી છે અને, તેમાં અનેક દિગ્ગજ અને પીઢ આગેવાનોને જવાબદારી સોંપી છે. પીઢ આગેવાન ગોવિંદભાઇ પટેલ, નીતિનભાઇ ભારદ્વાજ, પ્રદેશ ભાજપના અગ્રણી બીનાબેન આચાર્ય, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂૂપાણીના પત્ની અંજલીબેન રૂૂપાણી, રાજ્યના પુર્વ કેબીનેટ મંત્રી ઉમેશ રાજ્યગુરૂૂને ચૂંટણીની મહત્વની જવાબદારી સોંપવાને બદલે તેઓને વોર્ડ વાલી બનાવાયા છે. અગાઉ આ તમામ રાજકીય આગેવાનોને ચૂંટણીની મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હતી ત્યારે હાલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાઈડ લાઈન કરી દેતા કાર્યકરોમાં પણ ઉહાપો મચી ગયો છે.

હાલ જે ચર્ચા ચાલી રહી છે તેમાં જાહેર સભા સહિતની મહત્વની કામગીરી અન્ય કાર્યકરોને સોંપવામાં આવેલી છે અને જે જૂના અને કદાવર આગેવાનો છે તેઓને દૂર રાખવામાં આવ્યા છે જેથી સમર્થકોમાં પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળ્યો છે. ભાજપના શનિષ્ઠ મહિલા આગેવાન અંજલીબેન રૂૂપાણીને વોર્ડ વાલીની જવાબદારી સોપતા મહિલા મોરચામાં પણ ભારે નારાજગી વ્યાપી છે.

જુના કાર્યકરો એવી કાનાફૂસી કરી રહ્યા છે કે, ભાજપના વીઝા પર આવેલા કોંગ્રેસના આગેવાનો ભાજપના જુના જોગીઓને નાના કરવા વોર્ડવાલીના નામેે ‘રમકડું’ બનાવી રહ્યા છે. અને જો ભાજપને ધારણાં કરતાં ઓછી બેઠક મળે તો હારનું ઠિકરૂૂં આવા કાર્યકરો પર ફોડવાની ચાલ રમી રહ્યા છે. આ કારણે જુના કાર્યકરોમાં રોષ અને નારાજગી છે. ભાજપ દ્વારા લેવામાં આવેલો નિર્ણય કેટલો મહત્વનો પુરવાર થશે તે તો આવનારો સમય જ જણાવશે . પરંતુ હાલના તબક્કે ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં સંપૂર્ણ પણે નિષ્ફળ નીવડ્યું છે. અને જો જે તે વોર્ડની જવાબદારી જુના આગેવાનોને સોંપવામાં આવી તે વોર્ડમાં થોડું પણ ઓછું નીચું થયું તો ઠીકરું પણ તેમના પર ફોડવામાં આવશે.

વજુભાઈ પણ અચાનક સક્રિય, કાર્યાલયોમાં ચાય પે ચર્ચા
રાજકોટ મહાનગરમાં હાલ રાજકારણ નગરમાં આવ્યું છે અને ભાજપ દ્વારા જે ઉતરોતર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેનાથી કાર્યકરોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ મચી ગયો છે. ત્યારે રાજકોટના જુના આગેવાનોને ભાજપે જાણે કટ ટુ સાઈઝ કર્યા હોય તેવું જોવા મળ્યું છે ત્યારે વજુભાઈ વાળા અચાનક મહાનગરપાલિકાની ચૂંટણીમાં સક્રિય થતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કારણકે તેઓ કાર્યલયોમાં પહોંચી ચાઈ પે ચર્ચા કરતા નજરે પડ્યા છે. ત્યારે આવનારી ચૂંટણીમાં વજુભાઈની સક્રિયતા ભાજપને કેટલો ફાયદો કરાવશે તે તો જોવાનું રહ્યું પરંતુ રાજકીય વર્તુળોમાં હાલ ગણગણાટ એ વાતનો થઈ રહ્યો છે કે અચાનક અંતિમ સમયે જ કેમ સક્રિય થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *