બાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલો

પાંચ વર્ષથી જમીન મુદ્દે ચાલતા વિવાદમાં શખ્સ ધારીયા વડે તૂટી પડ્યાનો આરોપ અમરેલીના દેવરાજીયા ગામે રહેતો યુવાન બાબરીમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો ત્યારે પાંચ વર્ષથી…

પાંચ વર્ષથી જમીન મુદ્દે ચાલતા વિવાદમાં શખ્સ ધારીયા વડે તૂટી પડ્યાનો આરોપ

અમરેલીના દેવરાજીયા ગામે રહેતો યુવાન બાબરીમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો ત્યારે પાંચ વર્ષથી ચાલતા જમીન વિવાદનો ખાર રાખી એક શખ્સ યુવાન ઉપર ધારીયા વડે તૂટી પડયો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અમરેલીના દેવરાજીયા ગામે રહેતો વિશાલ બધાભાઈ ગોહિલ નામનો 24 વર્ષનો યુવાન બાબરામાં હતો ત્યારે મધુભાઈ નામના શખ્સે ધારીયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત યુવાન અને હુમલાખોર શખ્સ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી જમીન મુદ્દે વિવાદ ચાલે છે જેનો કેસ પણ કોર્ટમાં ચાલે છે. વિશાલ ગોહિલ બાબરા લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. ત્યારે હુમલાખોર શખ્સે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બાબરા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *