ઉપલેટા પાસેથી રૂા.1.24 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ, બે ફરાર

રૂા.6.24 લાખના મુદ્દામાલ કબજે કરી બન્ને કુખ્યાત બુટલેગરની શોધખોળ ઉપલેટાની સીલ્વર રેસીડન્સી સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાંથી પોલીસે રૂા.1.24 લાખની કિંમતનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો…

રૂા.6.24 લાખના મુદ્દામાલ કબજે કરી બન્ને કુખ્યાત બુટલેગરની શોધખોળ

ઉપલેટાની સીલ્વર રેસીડન્સી સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાંથી પોલીસે રૂા.1.24 લાખની કિંમતનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો હતો આ દારૂૂનો જથ્થો બે નામચીન બુટલેગરોએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂ સહીત રૂા.6.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉપલેટા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને વિશ્વાસપાત્ર બાતમી મળી હતી કે ઉપલેટાના કુખ્યાત બુટલેગર સોયબ ઉર્ફે સોયલો સલીમભાઈ હીંગોરા અને તેનો ભાઈ શાહનવાઝ ઉર્ફે સાનુડો સલીમભાઈ હીંગોરા દારૂૂનો જથ્થો વેચવાની પેરવીમાં છે. બાતમી મુજબ, તેઓએ ધોરાજી રોડ પર આવેલી સીલ્વર રેસીડન્સી સોસાયટીમાં પોતાના બીજા મકાન પાસે જાહેર શેરીમાં એક ટાટા કંપનીની ફોરવ્હીલ કાર નંબર જીજે 09 બીએફ- 5556 પાર્ક કરી હતી, જેમાં દારૂૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન કાળા કલરની ટાટા કારમાંથી પોલીસને વિદેશી દારૂૂની નાની-મોટી કુલ 132 બોટલો મળી આવી હતી. રૂા.1.24 લાખનો દારૂૂ તેમજ ટાટા કંપનીની ફોરવ્હીલ કાર મળી કુલ રૂા.6,24,800નો મુદ્દમાલ કબજે કર્યો હતો. પોલીસ દરોડા દરમિયાન બંને બુટલેગર સોયબ હીંગોરા અને શાહનવાઝ હીંગોરા ફરાર થઇ ગયા હતા. પોલીસે ફરાર થયેલા બંને ભાઈઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂૂ કરી છે.

ઉપલેટા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એચ.એમ.ધાધલ તથા એ.એસ.આઇ ધરમચંદ કટોચ, કૌશિકભાઇ જોષી, હરેશભાઇ જાંબુકીયા, મહાવીર સિંહ ડોડીયા, શકિતસિંહ જાડેજા, મીતુલભાઇ ગરેજા, રાહુલભાઇ વાઝાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *