ઓખા મંડળના આરંભડાનો ફેમિલી કોર્ટનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

આરોપીનો કબજો મીઠાપુર પોલીસને સોંપાયો ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા અકબર હસન સુંભણીયા નામના 31 વર્ષના શખ્સ સામે ઓખાની ફેમીલી કોર્ટ દ્વારા રૂૂ. 97,000 ની…

આરોપીનો કબજો મીઠાપુર પોલીસને સોંપાયો

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા અકબર હસન સુંભણીયા નામના 31 વર્ષના શખ્સ સામે ઓખાની ફેમીલી કોર્ટ દ્વારા રૂૂ. 97,000 ની ભરણપોષણની રકમ ચૂકવવા માટે થયેલા હુકમમાં આરોપી શખ્સ આ ભરણપોષણની રકમ ચૂકવવા માટે નિષ્ફળ જતા કોર્ટ દ્વારા આરોપીને 480 દિવસની સાદી કેદની સજા ફટકારી અને સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

આ સજાથી બચવા માટે નાસતા ફરતા ઉપરોક્ત આરોપીને એસ.ઓ.જી. પોલીસની ટીમે ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણા અને પી.એસ.આઈ. ડી.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફના અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *