પ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો સ્ટેન્ડ અપ કોમેડી પ્રીમિયર શો યોજાયો

પુસ્તક ‘લાફટર ડોઝ’નું શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના આંગણે વિમોચન રાજકોટમાં સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આયોજિત ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા હાસ્યકાર ડો. અવની વ્યાસનાં કોન્સેચ્યુલ પ્રોગ્રામ લાફટરડોઝમાં રાજકોટની…

પુસ્તક ‘લાફટર ડોઝ’નું શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના આંગણે વિમોચ

રાજકોટમાં સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આયોજિત ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા હાસ્યકાર ડો. અવની વ્યાસનાં કોન્સેચ્યુલ પ્રોગ્રામ લાફટરડોઝમાં રાજકોટની જનતાનો અદભુત પ્રતિસાદ મળ્યો. આ સાથે ડો. અવની વ્યાસના પ્રથમ પુસ્તક લાફ્ટર ડોઝનું વિમોચન પણ હતું. કાર્યક્રમની શરૂૂઆત દીપપ્રાગટયથી થઈ અને પછી સાંસદ પરસોત્તમ ભાઈ રૂૂપાલા, ડો. શરદ ઠાકર, જયભાઈ વસાવડા, સાંઈરામ દવે, સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના ચેરમેન અમિત દવે, નવભારત પ્રકાશનનાં રોનકભાઈ વગેરે દ્વારા લાફ્ટર ડોઝપુસ્તકનું વિમોચન થયું અનેત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. ત્યારબાદ બેકલાક લાફ્ટર ડોઝ પ્રોગ્રામ ઉપસ્થિત મહાનુભાવો તથા જનતાએ માણ્યો.

અદભુત હાસ્ય, સાહિત્ય અને સંગીતના ત્રિવેણી સંગમ, સ્ટેન્ડઅપ કોમેડીમાં ઉભરી આવેલા કાદવમાં લાફ્ટર ડોઝ એક સાત્યિક પુષ્પ છે, જે પરિવાર સાથે બેસીને માણી શકે છે. સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન હાંસિયામાં રહીને બીજા કલાકારોને મંચ પૂરુ પાડે છે. આ પહેલા પણ સાંઈલક્ષ્મીફાઉન્ડેશન દ્વારા છંદોત્સવ, વાર્તાથી વાવેતર, એજોયગ્રાફી વગેરે પ્રોગ્રામ થયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *