બાબરાના ખંભાળામાં સગીરાનો એસિડ અને ઝેરી દવા પી આપઘાત

બાબરાના ખંભાળા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ અને ઝેરી દવા મિક્સ કરી પી લીધી હતી. સગીરાનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી…

બાબરાના ખંભાળા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ અને ઝેરી દવા મિક્સ કરી પી લીધી હતી. સગીરાનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના ખંભાળા ગામે રહેતી કિરણબેન પ્રવીણભાઈ મેર નામની 17 વર્ષની સગીરાએ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણસર એસિડ અને ઝેરી દવા મિક્સ કરી પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં આટકોટમાં રહેતા પંડિતભાઈ ગીરધરભાઈ કુથરીયા નામના 46 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે કોઈ અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *