લોઠડામાં 8 વર્ષની પુત્રી મુદ્દે અભદ્ર ભાષા બોલાવાની ના પાડતા પિતા ઉપર બેલડીનો હુમલો

શહેરની ભાગોળે આવેલા લોઠડામાં આઠ વર્ષની પુત્રી વિશે અભદ્ર ભાષા બોલવાની ના પાડતા પિતા ઉપર બે શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને…

શહેરની ભાગોળે આવેલા લોઠડામાં આઠ વર્ષની પુત્રી વિશે અભદ્ર ભાષા બોલવાની ના પાડતા પિતા ઉપર બે શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોઠડામાં રહેતા રામભવન નંદેલાલ પાસવાન નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા રમેશ અને ઇન્દુર નામના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર બંને શખ્સો ઇજાગ્રસ્ત યુવકની આઠ વર્ષની પુત્રી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા જેથી યુવાને પુત્રી વિશે અભદ્ર ભાષા બોલવાની ના પાડતા બંને શખ્સોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં નહેરુનગરમાં રહેતા પ્રતાપસિંહ સૂર્યદેવસિંહ જાડેજા નામનો 24 વર્ષનો યુવાન તેના મિત્રના ડખ્ખાના સમાધાન માટે મવડી ચોકડી પાસે ગયો હતો ત્યારે દીપુ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *