ગાંધીધામમાં 13 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

અહીંની બી-ડિવિઝન પોલીસે 6.89 લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે એક શહેરના કાર્ગો આઝાદનગર વિસ્તારના પાછળના ભાગે રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીઓમાં આરોપી વિકેશ રમેશભાઈ…

અહીંની બી-ડિવિઝન પોલીસે 6.89 લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે એક શહેરના કાર્ગો આઝાદનગર વિસ્તારના પાછળના ભાગે રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીઓમાં આરોપી વિકેશ રમેશભાઈ વાંસવરિયા (રહે. આઝાદનગર કાર્ગો ઝૂંપડા, ગાંધીધામ) માદક પદાર્થ વેચતો હોવાની બાતમી આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો.

આરોપી વિકેશને અંગઝડતી દરમ્યાન પોલીસે તેની પાસેથી માદક પદાર્થ ગાંજો 13.787 કિ. ગ્રામ કબજે લીધો હતો, જેની કિંમત રૂૂા. 6,89,350 આંકવામાં આવી હતી. પોલીસે માદક પદાર્થના જથ્થા સાથે તહોમતદારની પાંચ હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં ગાંજાનો જથ્થો આપનાર તરીકે આરોપી ચંદન (રહે. ઓરીસ્સાવાળા)નું નામ સપાટી ઉપર આવ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી આ ગુનામાં સામેલ તહોમતદારને ઝડપી પાડવાની દિશામાં કવાયત આરંભી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *