કાલાવડના પીઠડિયામાં બે બાળકોને કૂવામાં ફેંકી હત્યા નિપજાવનાર માતાને આજીવન કેદની સજા

જામનગરમાં મેન્ટલ હોસ્પિટલનાં નર્સિંગ કવાર્ટરમાં ચોરી: રૂા.28 હજારનો મુદામાલ ચોરાયો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ચારેક વર્ષ પહેલાં ખેતમજૂર પરિવાર ની મહિલા એ પોતાના…

જામનગરમાં મેન્ટલ હોસ્પિટલનાં નર્સિંગ કવાર્ટરમાં ચોરી: રૂા.28 હજારનો મુદામાલ ચોરાયો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ચારેક વર્ષ પહેલાં ખેતમજૂર પરિવાર ની મહિલા એ પોતાના બે બાળકો ને કૂવા માં ફેંકી ને તેની હત્યા નિપજાવી હતી. આ કેસમાં અદાલતે આરોપી મહિલાને આજીવન કેદની સજા ફટકારી છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા-1 ગામમાં એક ખેડૂતના ખેતરમાં ખેત મજૂરી કામ કરતા બદીયાભાઈ પલાસ નામના પરપ્રાંતીય શ્રમિકની પત્ની ચકુબેન (ઉ.વ.ર6) એ ચારેક વર્ષ પહેલા પોતા ના પાંચ વર્ષના પુત્ર દેવરાજ તથા ત્રણ મહિનાની પુત્રી રીયાને તા.17-10-2022 ના દિવસે કૂવામાં ફેંકી દીધા હતા.જેમાં પાણીમાં ડૂબી જવાથી બંને બાળકોના મૃત્યુ નીપજ્યા હતા.

આ પછી બંને બાળકોની માતા ચકુબેન પણ લાપત્તા બન્યા હતા. બીજા દિવસે આ ખેતર ના કૂવામાં બે બાળકોના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા તેથી પોલીસે મૃતદેહને પાણી માંથી બહાર કઢાવી બે બાળકોની હત્યા નિપજાવવા અંગે ચકુબેન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.અને આરોપી મહિલાક્ષને જેલ હવાલે કરાયા હતા. એડી. ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકરી વકીલની દલીલોની ધ્યાને રાખી ને ન્યાયમૂર્તિ એસ.એમ. ક્રિષ્ટી એ આરોપી મહિલા ને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.

નર્સિંગ કવાર્ટરમાં ચોરી
જામનગર શહેરના વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં આવેલા મેન્ટલ નર્સિંગ ક્વાર્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે,અને તસ્કરો રોકડ દાગીના સહિત રૂૂપિયા 28,000 નો માલ સામાન ચોરી કરી ગયા નું પોલીસમાં જાહેર થયો છે. શીતલબેન સોમાભાઈ મેરાણી (ઉ.વ. 30)ના રહેણાંક મકાનમાં ચોરી કરવામાં આવી હતી. મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અસલ દસ્તાવેજો, રોકડ રૂૂપિયા આશરે 5,000, ચાંદીના દાગીના (કિંમત રૂૂ. 7,800), બે મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 10,500) તથા રાડો કંપનીની કાંડાઘડીયાલ (કિંમત રૂૂ. 5,000) મળી કુલ રૂૂ. 28,300નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે જામનગર શહેરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 305(એ) અને 331(3) મુજબ અજાણ્યા ચોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *