જામનગરમાં પ્રોહિબિશન ડ્રાઈવ: અલગ-અલગ 4 દરોડા, દેશી દારૂનો જથ્થો જપ્ત: 1 ઝડપાયો : 3 મહિલાઓ ફરાર

જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સિટી-સી ડિવિઝન પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાગ્રુતીનગર બાવરીવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલી અલગ-અલગ રેઇડ દરમિયાન…

જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સિટી-સી ડિવિઝન પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાગ્રુતીનગર બાવરીવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલી અલગ-અલગ રેઇડ દરમિયાન દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રથમ બનાવમાં જાગ્રુતીનગર બાવરીવાસ વિસ્તારમાં ગોદાવરીબેન પ્રવિણભાઈ ચૌહાણના ઝૂંપડામાંથી 15 લીટર દેશી દારૂ, 110 લીટર કાચો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 5,900નો મુદ્દામાલ જપ્ત થયો હતો. જોકે આરોપી મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.

બીજા બનાવમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ગુજરીબેન રણછોડભાઈના રહેણાંકમાંથી 5 લીટર દારૂ અને 80 લીટર કાચો આથો મળી કુલ રૂ. 3,200નો મુદ્દામાલ જપ્ત થયો હતો, જ્યારે આરોપી મહિલા હાજર મળી નહોતી.
ત્રીજા બનાવમાં આ જ વિસ્તારમાં આરતીબેન શુકલભાઈ વઢીયારના ઝૂંપડામાંથી 10 લીટર દારૂ તથા 80 લીટર આથો મળી કુલ રૂ. 4,200નો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ કેસમાં પણ આરોપી ફરાર છે.

ચોથા બનાવમાં સત્યમ કોલોની નજીક જાહેરમાં મોટરસાયકલ પર દેશી દારૂ લઈને જતા સોમુભાઈ સગાભાઈ રવશી ચારણ (ઉ.વ. 25)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 30 લીટર દારૂ તથા વાહન મળી કુલ રૂ. 56,000નો મુદ્દામાલ જપ્ત થયો હતો, જ્યારે તેનો સાથી રવિભાઈ બાવરી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આ તમામ બનાવોમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ધ્રોલમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે કાર્યવાહી કરી કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રે અંદાજે 20:45 વાગ્યે ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિકોણબાગ નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફોર્ડ કંપનીની ફીગો કાર (રજી. નં. જી.જે. -27 એ.પી. 3030)માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 4 બોટલ મળી આવી હતી.

પોલીસે કારચાલક યુવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ. 39), રહે. જારીયા ગામ તા. ધ્રોલને કાયદેસરની પરમીટ વિના દારૂ રાખવા બદલ ઝડપી પાડ્યો હતો. કારની અંદાજિત કિંમત રૂ. 1,00,000 તથા દારૂની કિંમત રૂ. 600 મળી કુલ રૂ. 1,00,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *