જામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

જામનગર જિલ્લામાં એસ.ઓ.જી. શાખા દ્વારા ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી મેડિકલ ડિગ્રી વિના સારવાર આપતા વધુ એક…

જામનગર જિલ્લામાં એસ.ઓ.જી. શાખા દ્વારા ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી મેડિકલ ડિગ્રી વિના સારવાર આપતા વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, તા. 17/04/2026ના રોજ મોરકંડા ગામના મેઈન રોડ પર, એસ.ઓ.જી. ટીમ દ્વારા રેઇડ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન કલ્પેશભાઈ બિપીનભાઈ સંઘાણી (ઉ.વ. 35), રહે. હાલ નારાયણનગર, જામનગર, પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપતા હોવાનું સામે આવ્યું હતું.

આરોપી દ્વારા ગેરકાયદેસર રીતે સારવાર આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી દવાઓ તથા તબીબી સાધનો મળી કુલ રૂૂ. 1,758નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ 1963 ની કલમ 30 તથા બી.એન.એસ. કલમ 125 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ અને ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે વધુ તપાસ એ.એસ.આઈ. ડી.બી. જોગીયા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *