ટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન!! અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી પર 16મે સુધી આપી છૂટ

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકાએ રશિયાના કાચા તેલ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોમાં આપેલી છૂટછાટની મુદત…

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકાએ રશિયાના કાચા તેલ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોમાં આપેલી છૂટછાટની મુદત વધારી દીધી છે. આ નિર્ણય ભારત જેવા દેશો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે, કારણ કે ભારત પોતાની જરૂૂરિયાતનું મોટું પ્રમાણ રશિયા પાસેથી આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા સંકટના સમયે આ છૂટછાટથી ભારતના વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઓછું થશે.

અમેરિકા દ્વારા આ છુટ 16 મે સુધી આપવામાં આવી છે.
અમેરિકાના વહીવટીતંત્રે રશિયન તેલની ખરીદી માટે અગાઉ જે છૂટ આપી હતી, તેની મર્યાદા હવે લંબાવી દીધી છે. આ છૂટછાટ પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં તેલના પુરવઠાને જાળવી રાખવાનું છે. જો રશિયન તેલ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય તો વિશ્વભરમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે તેમ છે. આથી, મોંઘવારીને અંકુશમાં રાખવા માટે અમેરિકાએ આ લવચીક અભિગમ અપનાવ્યો છે. રશિયા પર આર્થિક દબાણ લાવવાની સાથે-સાથે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ભારત પોતાની જરૂૂરિયાતનું લગભગ 85% તેલ આયાત કરે છે, જેમાં રશિયાનો હિસ્સો નોંધપાત્ર છે. અમેરિકાની આ છૂટછાટથી ભારતને રશિયા પાસેથી રાહત દરે તેલ મળવાનું ચાલુ રહેશે. ભારત આ તેલની ખરીદી કરીને પોતાના નાણાકીય ખાધને નિયંત્રિત કરી રહ્યું છે. રશિયા પાસેથી તેલની આયાત વધવાથી ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત બની છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ મોટી ભૂમિકા ભજવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *