રાજકોટની ભાગોળે ખંભાળા ગામની સીમમાં આવેલ ’ઝીબ્રાનો વૂડ્સ વિકેન્ડ વિલામાં ચાલતી જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે રોકડ રકમ રૂૂ.1.14 લાખ અને મોબાઈલ ફોન સહિત રૂૂ.1.45 લાખોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટની ભાગોળે ખંભાળા ગામની સીમમાં આવેલા ’ઝીબ્રાનો વૂડ્સ વિકેન્ડ વિલા’ ના મકાન નંબર 61 માં બહારથી માણસો બોલાવી જુગારક્લબ ચલાવવામાં આવતી હોવાની બાતમી એલસીબીને મળી હતી. આ વિલા દિનેશભાઈ પ્રાણજીવનભાઈ વિઠ્ઠલપરાના હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડતા ત્યાં જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા.એલસીબીએ સ્થળ પરથી ’ઝીબ્રાનો વૂડ્સ વિકેન્ડ વિલા’ ના મકાન નંબર 61 ના માલિક અને જુગારધામ સંચાલક દિનેશભાઈ પ્રાણજીવનભાઈ વિઠ્ઠલપરા (રહે. આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ, રાજકોટ) ચુનીલાલ ગાંગજીભાઈ સુરાણી (રહે. મેતાખંભાળીયા, તા. ગોંડલ) , ભરતભાઈ કરશનભાઈ મકવાણા (રહે. ભવનાથ સોસાયટી, ગોંડલ) , અશરફભાઈ બહાઉદ્દીનભાઈ પઠાણ (રહે. મોટા દેવળીયા, તા. બાબરા) , પ્રીતેશભાઈ મહાદેવભાઈ પાંચણી (રહે. ખંભાળા, તા. પડધરી) અને અનિલભાઈ કેશુભાઈ પરવાળીયા (રહે. મેતાખંભાળીયા, તા. ગોંડલ)ની ધરપકડ કરી હતી. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ કુલ રૂૂ. 1,14,100 મોબાઈલ ફોન કુલ 06 નંગ કિંમત રૂૂ. 31,000 મળી કુલ રૂૂ. 1,45,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દિનેશભાઈ પોતાના અંગત ફાયદા માટે વિલામાં જુગારના સાધનો પુરા પાડી ’નાલ’ ઉઘરાવતા હતા.
રાજકોટ રેંજના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જરના સુચના અન્વયે ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, પીએસઆઈ આર.વી.ભીમાણી, પીએસઆઈ પી.એન.ભરવાડ સાથે સ્ટાફના ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા, રસીકભાઇ જમોડ, રણજીતભાઇ બોરડ તથા મેટોડા પીએસઆઈ એન.બી.ઝાલા તથા વિંછીયાના સંજયકુમાર નિરંજની વિગેરે કામગીરી કરી હતી.
