કોર્પોરેશનના બજેટની ‘કોપીપેસ્ટ’ જેવો ભાજપનો સંકલ્પપત્ર

સ્માર્ટ સિટી પુરૂ, હવે મેટ્રોસિટી અને મેટ્રોટ્રેનનો વાયદો, દરેક ઝોનમાં નવી હોસ્પિટલો અને હાઇસ્કુલો બનાવાશે મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવાશે, શહેરના સર્વાંગી વિકાસનો…

સ્માર્ટ સિટી પુરૂ, હવે મેટ્રોસિટી અને મેટ્રોટ્રેનનો વાયદો, દરેક ઝોનમાં નવી હોસ્પિટલો અને હાઇસ્કુલો બનાવાશે

મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવાશે, શહેરના સર્વાંગી વિકાસનો રોડમેપ રજૂ કર્યો

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી માટે આજે વર્ષોથી સતાનો દબદબો ધરાવતા ભાજપે આજે સંક્લ્પ પત્ર જાહેર કર્યો છે અને મોટાભાગે મહાનગરપાલિૂકાના બજેટની કોપી સમાન યોજનાઓ જાહેર કરી છે. જયારે નવા વાયદામાં દરેક ઝોનમાં નવી હોસ્પિટલો તેમજ નવી હાઇસ્કુલો તથા કોર્પોરેશન સંચાલિત તમામ શાળાઓ સ્માર્ટ સ્કુલ બનાવવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત રાજકોટને મેટ્રોસિટી બનાવવા તેમજ મેટ્રો ટ્રેનની દિશામાં આગળ વધવાનો વાયદો આપ્યો છે.

રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ઢંઢેરો ચૂંટણી લક્ષી હોઈ શકે પરંતુ સંકલ્પ પત્ર તે ભાજપની જવાબદારી છે અને સામાન્ય માનવી માટેનું કર્તવ્ય છે. ત્યારે ગઈકાલની પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્રના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, અનિરુદ્ધ દવે, રાજકોટના ચાર ધારાસભ્ય તથા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે હાજર રહ્યા હતા અને ચૂંટણીનો સંકલ્પ પત્ર રજુ કર્યો હતો. એટલું જ નહીં વિગતવાર એ વાત ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી કે અગાઉના ભાજપે કરેલા કામોની યાદી પણ લોકો વચ્ચે લઈ જવામાં આવશે જેથી આ વખતે જે સંકલ્પ હાથ ધરવામાં આવ્યો છે તે 2047 ને ધ્યાને લઈ અને રાજકોટને મેટ્રોસિટી બનાવવા માટેનો છે.

આરોગ્ય અને સુખાકારી
સ્વસ્થ રાજકોટ અને ઝોન દીઠ મીની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય અને સંકલ્પ ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં પ્રથમ તબક્કામાં એક એક મિનિ હોસ્પિટલ દરેક ઝોનમાં ઉભી કરવામાં આવશે જેમાં લોકોને વિનામૂલ્ય ઓપરેશન સહિતની તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા છે તો બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટરનો વિસ્તૃતિકરણ અને આયુષ્યમાન કાર્ડ માટેની સુવિધા વિકસાવવામાં આવશે. આરોગ્ય સુરક્ષા કવચનો વ્યાપ 100% સુધી પહોંચાડવામાં આવશે અને હાલના આરોગ્ય કેન્દ્રના આધુનિકરણ અને વિસ્તૃતિકરણ ની યોજના પણ હાથ ધરવામાં આવી છે.

શિક્ષણ , યુવા અને રમતગમત
અંગ્રેજી માધ્યમની શાળાઓને સ્માર્ટ શિક્ષણ માટે રાજકોટમાં મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓને હળવા ફૂલ વાતાવરણમાં અભ્યાસ કરાવવા માટેનો સંકલ્પ લીધો છે જેમાં દરેક ઝોનમાં નવી હાઈસ્કૂલ બનાવવા સરકાર સાથે સંકલન કરી યોજના પણ સાકાર કરવામાં આવશે તમામ મ્યુનિસિપલ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે અને વર્તમાન પ્રવાહોને અનુરૂૂપ ગુણવત્તા યુક્ત વિના મૂલ્ય શિક્ષણ આપવાનું આયોજન પણ પક્ષ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં ડિજિટલ લાઇબ્રેરી બનાવવાનો પણ નિર્ધાર ભાજપે કર્યો છે. રાજકોટ અને આગળ વધશે રાજકોટના મંત્ર સાથે હાલ ભાજપ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ બાળકો માટે રમકડા ગ્રુપ અને વાર્ષિક રમતોત્સવ જેવી શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ યોજાશે અને આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.

રોજગાર, વેપાર અને ઔદ્યોગિક વિકાસ
નવા વ્યાપાર ઉદ્યોગ અને સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાની સાથે ઔદ્યોગિક વિસ્તારોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસિત કરવામાં આવશે જેમાં નવા ફોહોકર્સ ઝોન અને રોજગારીની પણ તક ઉપલબ્ધ કરવામાં આવશે બીજી તરફ ગરીબ ધંધાર્થીઓ માટે એફર્ડેબલ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેથી નાના અને ગરીબ ધંધાર્થીઓ પગભર થઈ શકે અને પોતાની માલિકીની દુકાન ઉભી કરી શકે. બીજી તરફ ઝોન દીઠ રોજગાર તાલીમ કેન્દ્ર પણ ઉભો કરવાનો નિર્ણય લેવાયો છે અને તે માટેનું સંકલ્પ પણ જાહેર કર્યો છે.

મહિલા સશક્તિકરણ અને ઉત્કર્ષ
મહિલા સશક્તિકરણ માટે ભાજપે તેના સંકલ્પ પત્રમાં મહિલા હોકર્સ ઝોન, મહિલા પ્રશિક્ષણ તથા તાલીમ કેન્દ્ર અને વર્કિંગ વુમન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે. જે માટે અટલ સરોવર વિસ્તારમાં અત્યાધુનિક વર્કિંગ વીમેન હોસ્ટેલનું કાર્ય પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

કરવેરામાં રાહત અને પ્રોત્સાહક યોજનાઓ
ભારતીય જનતા પાર્ટી એ સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત આપવા માટે વેરામાં બે ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે ત્યારે સોલાર ઉર્જા વપરાશ કરતાઓને પણ કર રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંતમાં તેઓએ વ્યાપાર ઉદ્યોગ અને રહેણાંક એકમોને પ્રોત્સાહન આપવા માટે કરવેરા રાહત આપવાની દિશામાં ખાસ આર્થિક પ્રોત્સાહક યોજના લાવવાનો પણ સંકલ્પ કર્યો છે.

આંતરમાળખાકીય સુવિધાઓ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ
રાજકોટમાં આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટને અમલી બનાવવા અનેકવિધ પગલાઓ લેવામાં આવશે જેમાં સૌને પૂરતું અને શુદ્ધ પાણી, રાજકોટને મેટ્રોસિટી બનાવવા વિવિધ આયોજન જેમાં સ્માર્ટ સિટી માટે જરૂૂરી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ. સાથો સાથ વિકસિત વોર્ડનું ક્રમબદ્ધ આયોજન પણ હાથ ધરવામાં આવશે જેમાં દરેક વોર્ડમાં તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. હાલ શંકર પત્રમાં દરેક વોર્ડમાં ડ્રેનેજ નેટવર્ક, મજબૂત રસ્તા, ડીઆઈ પાઇપલાઇનથી પીવાના પાણીનું વિતરણ અને નિયમિત સાફ સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. બીજી તરફ શહેરના જુના વિસ્તારો અને ઈસ્ટ ઝોનનો આધુનિક વિકાસ કરવાનો સંકલ્પ પણ ભાજપ પક્ષે લીધેલો છે જેમાં દૂધસાગર રોડ, થોરાળા, રૂૂખડીયા પરા સહિતના વિસ્તારોમાં આધુનિક વિકાસ કરવા માટેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. નવા સાઉથ ઝોનની રચના અને વિસ્તારનો વિકાસ કરવા માટેનો સંકલ્પ કર્યો છે.

મતદારો ઉમેદવાર નહીં કમળને જોઈ મતદાન કરે છે: વાઘાણી
સંકલ્પ પત્ર દરમિયાન રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મતદારોમાં કોઈપણ પ્રકારનો કછવાટ નથી કારણ કે મતદારો ઉમેદવાર નહીં પરંતુ કમળને જોઈને મતદાન કરે છે. સંકલ્પ પત્ર રજૂ કરવાની સાથે જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી, એટલે જ તેમણે પોતાના ઉમેદવારોને બેંગ્લોર લઈ જવા પડે છે. જે પક્ષ પોતાના ફોર્મ પણ બરાબર ભરી શકતો નથી, તે ચૂંટણી પંચ પર આરોપ લગાવે છે. લોકો ભાજપના વિકાસ પર મહોર મારશે તે નક્કી છે. 700 બેઠકો બિનહરીફ થવા મુદ્દે તેમણે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, ભાજપના કામ જોઈને લોકોએ સામેથી સમર્થન આપ્યું છે.

સંકલ્પપત્રમાં RMCની બજેટ સ્પીચ ધાબડી દેવાઈ
રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ભાજપનો સંકલ્પ પત્ર રજુ કર્યો છે. પરંતુ સંકલ્પપત્રમાં આરએમસીની બજેટ સ્પીચ ધાબડી દેવાય છે. સંકલ્પ પત્રમાં જ્યારે વર્તમાન સિદ્ધિઓ અને ઐતિહાસિક જનાદેશ ની વાત કરવામાં આવી ત્યારે પાર્ટી સંકલ્પ પત્રમાં જુના કામો તો ઠીક પરંતુ બજેટ સ્પીચ રજૂ કરી હોય તેનો પણ ઉલ્લેખ કરી દીધો છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યારે 12 માર્ચે નવી ચૂંટાયેલી પાંખે સત્તા સંભાળી ત્યારે તેને મન પર તંત્રના આર્થિક લેખાજોખા કરવાનો સુવર્ણ અવસર મળ્યો છે. એટલું જ નહીં એમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે રાજકીય ઈચ્છા શક્તિ અને સૌનો સાથ મળે ત્યારે વિકાસલક્ષી પરિણામો મળે છે. એટલે એ વાત તો સ્પષ્ટ છે કે ભાજપ જે શિસ્તમાં માનનારી પાર્ટી છે તે પણ જોયા કાર્ય વગર બજેટ સ્પીચ ધાબડી દયે છે જેનો કોઈને અંદાજ પણ આવતો નથી.

સંકલ્પ પત્રોના મુખ્ય સંકલ્પ
– નિયમીત 20 મિનીટ સુધી શુદ્ધ અને નિયમીત પાણી આપીશું
– રાજકોટનો મેટ્રો સિટી તરીકે વિકાસ કરાશે.
– દરેક વોર્ડમાં રોડ રસ્તા,ડ્રેનેજ,સાફ સફાઇની સુવિધા ઉભી કરાશે.
– રાજકોટમાં નવા બ્રિજનું નિર્માણ,સાંઢિયા પુલ અને કાલાવડ રોડ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરાશે,
– મેટ્રો ટ્રેન રાજકોટમાં દોડાવવાની જાહેરાત
– રાજકોટના નવા રિંગ રોડને ફોરટ્રેક કરવાની જાહેરાત
– દરેક ઝોનદીઠ મિનિ હોસ્પિટલ તૈયાર કરાશે
– ઝોનદીઠ નવી હાઇસ્કૂલ ઉભી કરાશે,સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાશે.
– દરેક વોર્ડમીં લાયબ્રેરી ઉભી કરાશે.
– રોજગાર વેપાર અને ઔધોગિક વિકાસ ક્ષેત્રે આયોજન
– મહિલા હોકર્સ ઝોન
– સોલાર ઉર્જા વપરાશકર્તાઓ માટે અને સિનિયર સિટીઝન માટે કરવેરામાં વિશેષ વળતર યોજના
– જન્મ મરણના દાખલા,આધારકાર્ડમાં સુધારા સહિતની બાબતોમાં લાઇનમાંથી મુક્તિ મળશે ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરાશે.
– રાજકોટ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂૂ કરવામાં આવશે..
– સૌને પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ..
– વિકસિત વોર્ડનું ક્રમબદ્ધ આયોજન.
– લોકોને જન્મ મરણના દાખલા અન્ય દાખલા ઓનલાઇન મળશે..
– રાજકોટના જુના વિસ્તારોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે.
– નવા સાઉથ જોનનો વિકાસ કરવામાં આવશે .
– નવી આવાસ યોજનાઓની નિર્માણ..
– પરિવહન અને ટ્રાફિક વ્યવસ્થાઓ
– માસ ટ્રાન્સપોર્ટેશન અને બસ ની સુવિધાઓ
– નવા બ્રિજ અને અંડરપાસનું નિર્માણ..
– ચાર રસ્તાનું વૈજ્ઞાનિક ઢબે સંચાલન..
– રાજકોટમાં જોન દીઠ મીની હોસ્પિટલ.
– અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ..
– દરેક વોર્ડમાં આધુનિક લાઇબ્રેરી.
– નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવામાં આવશે .
– નવા હોકર્સ જોન બનાવામાં આવશે
– મહિલાઓ ને રોજગારી માટે અલગથી હોકર્સ જોન.
– લાયન સફારી પાર્ક,હરવા ફરવાના સ્થળોનો વિકાસ.
– નવું ઓપનએર થિયેટર .
– આધુનિક ક્ધવેન્શન સેન્ટર.
– સિટીબસ,સ્ટ્રીટ લાઈટ અને પાણી વિતરણ માટે અઈં સીસ્ટમ..
– કરવેરામાં સિનિયર સિટીઝનને 2 ટકા વિશેષ વળતર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *