સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ગેરકાયદે ડીઝલ ખરીદ-વેચાણનું કૌભાંડ ઝડપાયું

સલાયા મરીન પોલીસે સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ખરીદ-વેચાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 1200 લીટર ડીઝલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી…

સલાયા મરીન પોલીસે સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ખરીદ-વેચાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 1200 લીટર ડીઝલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ડીઝલની કિંમત રૂૂ. 1,08,000 આંકવામાં આવી છે.

એસપી જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી મિત રુદલાલની સૂચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત વોચ રાખવામાં આવી રહી હતી. આ અંતર્ગત સલાયા મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી.

પેટ્રોલીંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી. આ બાતમી મુજબ, હુસેન કાસમ સંઘાર નામનો શખ્સ સલાયાના દરિયામાં માછીમારીની આડમાં મોટા બાર્જમાંથી પાઇપ મારફતે ગેરકાયદેસર રીતે ડીઝલની હેરફેર અને વેચાણ કરતો હતો. તે જ્વલનશીલ પદાર્થોની હેરફેર માટે કોઈ મંજૂરી કે લાઇસન્સ ધરાવતો ન હતો.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને હુસેન કાસમ સંઘારને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 1200 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂૂ. 1,08,000 છે. સલાયા મરીન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ વી.એ. રાણા, એએસઆઈ દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા, પીઠાભાઈ જોગલ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *