કોડીનાર અને સિંધાજમાં દેશી દારુની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, 4 આરોપીઓ ઝડપાયા

ગીર સોમનાથ જીલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે કોડીનાર પોલીસે…

ગીર સોમનાથ જીલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે કોડીનાર પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. પોલીસની આ કાર્યવાહીમાં દારૂૂ બનાવવાની સાધન-સામગ્રી સહિત હજારોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.વી.હરિયાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કોડીનારના 512 ક્વાર્ટર પાસે આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા અજયભાઇ મોહબતભાઇ મંદુરીયા (ઉ.વ. 28),હીનાબેન અજયભાઇ મંદુરીયા (ઉ.વ. 25),જમનાબેન ભુપતભાઇ વાઘેલા (ઉ.વ. 50) બે મહિલા અને એક પુરુષ સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસે આ સ્થળેથી 40 લીટર દેશી દારૂૂ, 900 લીટર આથો, ગોળના ડબ્બા, ગેસના સિલિન્ડર, ચુલા, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹68,180 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે બીજી એક કાર્યવાહીમાં કોડીનાર પોલીસની ટીમે સિંઘાજ ગામના ઘોલવાવ વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

અહીં મહિપતસિંહ ઉર્ફે મુન્નો માઘુભાઇ પરમાર નામનો ઈસમ દેશી દારૂૂની ભઠ્ઠી ચલાવતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ આરોપીએ તલના વાવેતર કરેલા ક્યારામાં દારૂૂનો આથો છુપાવી રાખ્યો હતો જેમાં મહિપતસિંહ ઉર્ફે મુન્નો માઘુભાઇ પરમાર (ઉ.વ. 40, રહે. સિંઘાજ)ની 15 લીટર દેશી દારૂૂ, 150 લીટર ગરમ આથો અને દારૂૂ ગાળવાના સાધનો મળી કુલ ₹7,570 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઈ જી.એન. કાછડ, એ.એસ.આઇ, પ્રફુલભાઇ જેસીંગભાઇ, એ.એસ.આઇ.પ્રદિપસિંહ હરિસિંહ,પો.હેડ કોન્સ.મહેન્દ્રભાઇ પરબતભાઇ, પો.હેડ કોન્સ.મુકેશભાઇ જેસીંગભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ ભીખુશા, કુપાલસિંહ અને વિક્રમભાઇ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *