રાજકોટ સીઆઇડીની એએનટીએફની ટીમની કાર્યવાહી
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ દરમિયાન એએનટીએફ સીઆઈડી ક્રાઈમ રાજકોટ ઝોનની ટીમે ચોટીલા તાલુકાના અકાળા ગામેથી નશીલા પદાર્થ પોસ ડોડવા અફીણના ઠાલીયાના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો છે.
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ એક્શન મોડમાં કામગીરી કરી રહી છે ત્યારે એએટીએફ સીઆઈડી ક્રાઈમ રાજકોટ જોનની ટીમે ચોટીલાના અકાળા ગામેથી પોસ ડોડવા અફીણના ઠાલીયાનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
એએનટીએફ સીઆઈડી ક્રાઈમ રાજકોટ જોન ટીમને મળેલ બાતમીના આધારે પીઆઈ જે.જે.ચૌહાણ સહિતની ટીમે ચોટીલાના અકાળા ગામના રહેવાસી ભરતભાઈ કડવાભાઈ ધોળકિયાના મકાનમાંથી એક કિલો 500 ગ્રામ પોસડોડવા અફીણના ઠાલીયા રૂૂ. 22,500નો કિંમતના અને બેટરી સંચાલિત ડિજિટલ વજન કાટો કિંમત રૂૂ.500 સાથે ઝડપ્યો છે.
