ગોંડલના મોવિયામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધાની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી

ગોંડલનાં મોવિયા ગામે વૃધ્ધાનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. એકલવાયું જીવન જીવતા વૃધ્ધા નું મૃત્યુ બે…

ગોંડલનાં મોવિયા ગામે વૃધ્ધાનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. એકલવાયું જીવન જીવતા વૃધ્ધા નું મૃત્યુ બે થી ત્રણ દિવસમાં થયુ હોય તેવા અનુમાન સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે કાલરીયા શેરીમાં રહેતા રુડીબેન ભીખાભાઇ અખિયાણી (ઉ.વ.73) નો કોહવાઈ ગયેલો મૃતદેહ તેમના મકાન માંથી મળી આવતાં ગોંડલ ની સેવાકીય સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને જાણ કરાતા એમ્બ્યુલન્સ સાથે દોડી આવેલા જય માધડ સહિત નાં કાર્યકરો એ વૃધ્ધા નાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસ ને જાણ કરી હતી. વૃધ્ધા રુડીબેન છેલ્લા કેટલાક વર્ષો થી એકલવાયું જીવન જીવતા હતા. કોઈ બિમારી ને કારણે બે થી ત્રણ દિવસ અગાઉ તેમનુ મૃત્યુ થયાનાં અનુમાન સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *