આજે બગસરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની ફોર્મ ચકાસણી કરવામાં આવેલ હતી ભાજપના સમઢીયાળાના ઉમેદવારનું તેમજ નગરપાલિકા વિસ્તારમાંથી એક આમ આદમી પાર્ટી તથા અપક્ષ ચાર મળી કુલ પાંચ ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા.
મળેલ માહિતી મુજબ બગસરા નગરપાલિકા વિસ્તાર તથા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રજૂ થયેલ ઉમેદવારી પત્રોની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં સમઢીયાળા તાલુકા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મીરાબેન ગોવિંદભાઈ ગજેરાએ મધ્યપ્રદેશ રાજ્યનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરેલ હતું જેની સામે કોકીલાબેન જનકભાઈ નિરંજનીના વકીલ અજયભાઈ પટોળીયાએ વાંધા અરજી રજૂ કરી ચૂંટણી પંચના તેમજ રાજ્ય સરકારના વખતો વખતના ઠરાવો તથા સુધારા રજૂ કરી અન્ય રાજ્યના જાતિના આધાર પર ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ લઈ શકાય નહીં તે પુરવાર કરતાં આખો દિવસ થયેલી દલીલને અંતે ચૂંટણી અધિકારી દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મીરાબેન ગોવિંદભાઈ ગજેરાની ઉમેદવારી રદ કરી હતી. આમ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ એક ઉમેદવાર ગુમાવી દીધા હતા.
આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના રફિકભાઈ સુલેમાનભાઈ માંડરીયાને ત્રણ પુત્ર હોવાથી તેમનું તેમજ અપક્ષ રહેલા. નરસિંહભાઈ બેચરભાઈ વાડદોરીયા વોર્ડ નંબર 1 આપ આદમી પાર્ટી તથા વોર્ડ 2 માંથી અપક્ષ ઉમેદવાર હનીફભાઈ રજાકભાઈ ડાયાતર તથા અપક્ષ ઉમેદવાર વોર્ડ નં ચારમાંથી અસ્મિતાબેન હરેશભાઈ મકવાણા તથા અપક્ષ માંથી વોર્ડ નંબર ચારમાં અપક્ષ નુર મહંમદ મુસાભાઇ જીનાણી કુલ પાંચ ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યા હતા.
