ભાવનગર પંથકમાં ચામુંડા માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા કોળી સમાજના ધરણા

ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા જાદપર ટીમ્બો તરીકે ઓળખાતા વિસ્તારમાં ચામુંડા માતા નું ભવ્ય મંદિર છે.આ મંદિર જિલ્લામાં બહુમત કોળી સમાજના બારૈયા શાખ…

ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા જાદપર ટીમ્બો તરીકે ઓળખાતા વિસ્તારમાં ચામુંડા માતા નું ભવ્ય મંદિર છે.આ મંદિર જિલ્લામાં બહુમત કોળી સમાજના બારૈયા શાખ ના પરિવાર જનોએ બનાવેલ છે.અહીં મંદિરે ભક્તો દ્વારા માતાજી ને ચડાવેલ ચાંદી ના આભૂષણો મોટા જથ્થામાં હતા.તસ્કરો ચોરી કરી ને લઈ ગયા બાદ રૂૂ.5 લાખ ની કિંમત ના આભૂષણો ની ચોરી થયા ની અને મંદિર ના સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયાની ફરિયાદ દાઠા પોલીસ મથકે દોઢેક મહિના અગાઉ કરવામાં આવી હતી.એ તસ્કરો આજ સુધી નહીં પકડાતા અને પોલીસે નિષ્ક્રિયતા દાખવ્યા ની વિચારધારા સાથે આજે મંદિર ના પ્રમુખ ટ્રસ્ટી વિજયભાઈ બારૈયા ની આગેવાની મા મંદિરે થી બાઇક રેલીયોજી ને દાઠા પોલીસ મથકે પહોંચી ઘરણાં યોજ્યા હતા.

વિજયભાઈ બારૈયા એ જણાવ્યું હતુ કે બે કલાક જેટલો સમય અમો પોલીસ સ્ટેશન ખાતે બેઠા હતા જેને લઈ પોલીસ એ હકારાત્મક વલણ દાખવતા અમોએ ધરણાં સમેટી લીધાહતા.એક મહિના નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું હતુંકે મંદિર માટે સરકારી પડતર જમીન ની 1999 થી માગણી કરી રહ્યા છીએ.બાદ આંદોલઆત્મક મૂડ અપનાવતા 2017 ની સાલ થી સરકારી કચેરીઓ દ્વારા કાર્યવાહી ચાલી.જંત્રી નો ભાવપણ સરકાર દ્વાર જણાવવામા આવ્યો. અમોએ સોગંદનામું કરી સરકારે કહ્યા મુજબ કાર્યવાહી પણ કરી.રૂૂપિયા ભરવા માટે પણ તૈયારી દર્શાવી.

વર્ષોવીતી ગયા છતાંય આજ સુધી તે બાબતે નક્કર પરિણામ મળેલ નથી તેથી આજે પોલીસ ની સાથે તળાજા ડે. કલેક્ટર ને પણ આ જમીન રેગ્યુલાઈઝ કરવા માટે આવેદનપત્ર ની નકલ મોકલેલ છે.દાઠા પોલીસ સ્ટેશન ના પો.ઇ રેવર એ બારૈયા પરિવાર ના ધરણાં ને લઈ જણાવ્યું હતુ કે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક વાત કરી છે.તેના ફળ સ્વરૂૂપે એલ.સી.બી પો.સ.ઇ વાઢેર તથા સ્ટાફ ના પાંચ વ્યક્તિ ની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે.આ ટીમચોરી નો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *