શુક્રવારથી ભારત-સાઉથ આફ્રિકાની પાંચ મેચની T-20 સિરીઝનો પ્રારંભ

  આગામી ICC T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓના ભાગરૂૂપે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 17 એપ્રિલથી સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં બંને…

 

આગામી ICC T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓના ભાગરૂૂપે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 17 એપ્રિલથી સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે 5 મેચની રોમાંચક T20 સિરીઝ રમાવાની છે. BCCI એ આ માટે ભારતીય ટીમની જાહેરાત તો પહેલેથી જ કરી દીધી હતી, પણ હવે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પણ આ સિરીઝ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આફ્રિકન ટીમની કમાન તેમની અનુભવી ખેલાડી લૌરા વોલ્વાર્ડને સોંપવામાં આવી છે.

ભારત સામેની આ મહત્વની સિરીઝ માટે સાઉથ આફ્રિકાએ જે ટીમ જાહેર કરી છે, તેમાં તેમની પૂર્વ કેપ્ટન ડેન વાન નિકેર્કને જગ્યા મળી નથી. ડેન હજુ પણ પગની ઘૂંટીની ઈજામાંથી બહાર આવી રહી છે. આ જ ઈજાના કારણે તે ગયા મહિને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ રમી શકી નહોતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ તેણે માત્ર 5 જ T20 મેચ રમી છે, અને તેમાંથી એક પણ તેના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ નથી. જોકે, એવું માનવામાં આવે છે કે જો તે T20 વર્લ્ડ કપ પહેલા પૂરી રીતે ફિટ થઈ જશે, તો આ મેગા ટુર્નામેન્ટ માટે તેના નામ પર વિચાર થઈ શકે છે. કારણ કે તે 91 T20 મેચ રમી ચૂકેલી સાઉથ આફ્રિકન ટીમની સૌથી અનુભવી ખેલાડીઓમાંની એક છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ 5 મેચની T20 સિરીઝ 3 અલગ-અલગ મેદાનો પર રમાશે, જેમાં પહેલી અને બીજી મેચ: 17 અને 19 એપ્રિલે ડર્બનના કિંગ્સમીડ મેદાન પર રમાશે. ત્રીજી અને ચોથી મેચ: 22 અને 25 એપ્રિલે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. પાંચમી અને છેલ્લી મેચ: 27 એપ્રિલે બેનોનીના વિલોમેરો પાર્ક ખાતે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *