ચૂંટણી, સરકારી કાર્યક્રમમાં વાહનના ભાડા વધારા પર બ્રેક

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. આવા સમયે તંત્ર દ્વારા ચૂંટણી અને સરકારી કાર્યક્રમમાં લઇ જવાતા વાહનોના ભાડા વધારા પર બ્રેક મારતા…

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. આવા સમયે તંત્ર દ્વારા ચૂંટણી અને સરકારી કાર્યક્રમમાં લઇ જવાતા વાહનોના ભાડા વધારા પર બ્રેક મારતા વાહન માલિકોમાં કચવાટ શરૂ થયો છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સરકારી કાર્યક્રમોમાં વાહનોના ભાડા વધારામાં બ્રેક મારી જૂના ભાવ મુજબ જ ચૂકવણું કરાશે. ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવાઈ છે.અમદાવાદ જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ચૂંટણી કાર્યોમાં રોકાતા ખાનગી વાહનોના ભાડા વધારાના દર નક્કી કરવામાં આવ્યા છે.

નવાઈની વાત એ છે કે આ વખતે વાહન માલિકોને કોઈપણ પ્રકારનો ભાડા વધારાનો લાભ અપાયો નથી.વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે જે દર નક્કી કરાયા હતા તે મુજબ જ હાલમાં ચૂકવણું કરાશે. તંત્રએ લોકસભાના દરોને બાજુ પર મૂકી ફરી 2022ના જૂના ભાવપત્રકને જ માન્ય રાખતા વાહન માલિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.હાલ નક્કી કરાયેલા ભાવની શરતો મુજબ વાહનોના દૈનિક વળતર માટે દિવસ દરમિયાન 300 કિમી સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ડ્રાઇવરને રૂા.600થી 700 મહેનતાણું ચૂકવાશે
ચૂંટણી ડયુટીમાં રોકાયેલા ડ્રાઈવરને દૈનિક રૂૂ.600થી 700 મહેનતાણું ચૂકવવામાં આવશે.નક્કી કરાયેલા દરોમાં જીએસટી અને ટોલ ટેક્સનો સમાવેશ થતો નથી.આ ખર્ચ ઓપરેટરોને બિલ મુજબ અલગથી ચૂકવવામાં આવશે.નવા ભાવપત્રકમાં ઈનોવા ક્રિસ્ટા જેવા લક્ઝરી વાહનોથી લઈને સામાન્ય બસ અને ઓટો રિક્ષા સુધીના તમામ વાહનોના દરની યાદી તૈયાર કરવામાં આવી છે.સરકારી કાર્યક્રમો અને મતદાન મથકો સુધી સામગ્રી પહોંચાડવા માટે આ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. એકાદ વાહનના કિમીના ભાવમાં રૂૂ.300નો વધારો કરાયો છે તો બે વાહનોના કિમીના ભાવમાં ઘટાડો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *