ગુજરાતમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.
ગુજરાતમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. ચૂંટણી રોકવા સાથે અનામતને પડકારતી અરજી કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી છે.
દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવા સાથે અનામત નીતિને પડકારતી મારી અરજી પર આવતીકાલે 10 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. ગુજરાતમાં આ ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર શરૂૂ થયો છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂૂઆત કરી દીધી છે. બીજી બાજુ આજકાલમાં ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હવે આવતીકાલે યોજાનાર સુનાવણીમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.
