આડાસંબંધના લીધે ઘરેથી નીકળી ગયેલા આધેડે ઝેર પીધું

શહેરના ઠકક્રબાપા વિસ્તારમાં રહેતા અને આરએમસીના સફાઇ કામદાર તરીકે નોકરી કરતા પ્રૌઢ આડા સંબંધના લીધે 10 દિવસથી ઘરેથી નીકળી ગયા બાદ આજે રૈયા રોડ પર…

શહેરના ઠકક્રબાપા વિસ્તારમાં રહેતા અને આરએમસીના સફાઇ કામદાર તરીકે નોકરી કરતા પ્રૌઢ આડા સંબંધના લીધે 10 દિવસથી ઘરેથી નીકળી ગયા બાદ આજે રૈયા રોડ પર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામા આવ્યા છે.જાણવા મળતી વિગત મુજબ સદર બજારમાં આવેલા ઠક્કરબાપા હરીજન વાસમાં રહેતા અનીલભાઇ બાલાભાઇ વાઘેલા (ઉ.વ.52) નામના પ્રૌઢે આજે સવારે રૈયા ચોકડીથી રૈયા રોડ તરફ જતા રસ્તે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર અનીલભાઇ આરએમસીમાં વોર્ડ નં.5માં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેમને અન્ય મહીલા સાથે આડા સંબંધ હોવાથી તેઓ 10 દિવસથી ઘરેથી નીકળી ગયા હતા. જે બાબતે તેના પત્ની ગીતાબેને પ્ર.નગર અને મહીલા પોલીસમાં અરજી પણ કરી છે. બાદમાં આજે તેઓએ રૈયા રોડ પર આ પગલું ભરી લીધું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *