ગાંધીધામના કોંગી અગ્રણીનો નકલી વીડિયો વાયરલ કરનાર ‘ન્યુઝ ચેનલ’ના સંચાલકોએ 20 લાખ માગ્યા!

ગાંધીધામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા રાજકીય-સામાજિક અગ્રણી હાજી જુમાભાઈ ઈબ્રાહીમ રાયમાને બદનામ કરી તેમની પાસેથી લાખો રૂૂપિયા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું છે.…

ગાંધીધામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા રાજકીય-સામાજિક અગ્રણી હાજી જુમાભાઈ ઈબ્રાહીમ રાયમાને બદનામ કરી તેમની પાસેથી લાખો રૂૂપિયા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું છે. ભુજની ‘ઊંઙ ન્યૂઝ’ નામની યુ-ટ્યુબ ચેનલના સંચાલક ઈરફાન હાલેપોત્રા સહિત કુલ 14 સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

હાજી જુમાભાઈ ઈબ્રાહીમ રાયમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, નવેમ્બર 2025માં એક ધાર્મિક કાર્યક્રમના કવરેજ માટે ઈરફાન હાલેપોત્રાએ રૂૂ. 20,000ની માંગણી કરી હતી, જે જુમાભાઈએ ન આપતા ઈરફાને આ વીસ હજાર તમને વીસ લાખમાં પડશે તેવી ધમકી આપી હતી.ત્યારબાદ, ફેબ્રુઆરી અને માર્ચ 2026 દરમિયાન આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી જુમાભાઈની છબી ખરડાય તેવા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.ફરિયાદીના જણાવ્યા અનુસાર, દીપ્તિ ઠક્કર નામની મહિલાએ વીડિયોમાં જુમાભાઈ પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા અને રૂૂ. 20 લાખની માંગણી કરી હતી.

વધુમાં, આરોપીઓએ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું નિવેદન પણ આપ્યું હતું. જો નાણાં નહીં આપવામાં આવે તો આગામી સમયમાં અશ્ર્લીલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.પોલીસે આ મામલે ઈરફાન હાલેપોત્રા, દીપ્તિ ઠક્કર, ઇસ્માઇલ સાલે બાફણ, સતાર માંજોઠી, તાહિર ભટ્ટી, ઇસાક જુમા જત, લતીફ ગગળા, જકરીયા કુંભાર, સલીમ અહેમદ જત, આમીરશા સૈયદ, ઇકબાલ મંધરા, સુલેમાન રાઉમા, હનિફશા શેખ અને આદમ પડેયાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આ ઘટનામાં વધુ તપાસ પી.આઈ. મેહુલકુમાર રાઠોડ કરી રહ્યા છે.

એ-ડિવિઝન પોલીસે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ એકસંપ થઈ ફરીયાદીનો અશ્ર્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર ગુનાની તપાસમાં પી.આઈ. એમ.જે. રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી બે આરોપીઓમાં ઇરફાન ઇબ્રાહિમ હાલેપોત્રા અને મહંમદ હનીફ હાજી સુમારશા શેખને પકડી લીધા હતા.કચ્છ કોંગ્રેસના મહિલા મોરચામાં અગાઉ હોદ્દેદાર તરીકે રહી ચૂકેલા દિપ્તી ઠક્કરે કોંગ્રેસના હોદ્દેદારો પર ગંભીર આરોપ કર્યાં હોવા છતાં તેની સામે પ્રદેશ કોંગ્રેસે કોઈ પગલાં ના લેતાં હાજી જુમા રાયમાએ 1 એપ્રિલના પ્રદેશ કોંગ્રેસની ચૂંટણી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *