પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય; ભારે પવન-કરા સાથે માવઠાની અંબાલાલની આગાહી

ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાથી હવામાનમાં…

ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પ્રિ-મોન્સૂન એકટીવીટીને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે. વાતાવરણમાં આવતા આ બદલાવને કારણે કેટલાક સ્થળોએ અચાનક વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે.

આગામી દિવસોમાં હવામાન એટલું તોફાની બની શકે છે કે લગભગ 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડી શકે છે. વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં અસરમાત્ર ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદી છાંટા પડતા શહેરીજનોએ પણ સાવધ રહેવું જરૂૂરી છે. હવામાનની આ અનિશ્ચિતતાને કારણે દિવસ દરમિયાન વાતાવરણમાં વારંવાર પલટો આવતો રહેશે.

ખેતીવાડીના પાકને નુકસાન ન થાય તે માટે અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ ચેતવણી આપી છે. ખાસ કરીને ડુંગળીના પાકને સાચવી રાખવા અને તેને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદ અને પવનને કારણે તૈયાર પાક બગડવાની શક્યતા હોવાથી ખેડૂતોને તેમના ખેતીના માલસામાનની સુરક્ષા માટે અગાઉથી આયોજન કરી લેવા સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *