જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ દ્વારાજામનગર જિલ્લામાં તાજેતરમાં હાજર થયેલા 9 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો ને વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ અને મજબૂત બનાવવા માટે આ નિયુક્તિઓ કરવામાં આવી છે.
જામનગરમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પી.આઈ. વી.એમ. ડોડીયાને મુકવામાં આવ્યા છે. જ્યારે સીટી બી ડિવિઝન ખાતે એન.એમ. ગઢવી, ટ્રાફિક શાખામાં એસ.વી. ચૌધરી, જોડીયા પોલીસ સ્ટેશન ખાતે પી.એન. ખાચર, જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે એન.બી. ચૌહાણ ને મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત એરપોર્ટ સિક્યુરિટી ખાતે જે.પી. સોઢા, એએચટીયુ ખાતે એ.વી. પીપરોતર, અને આઈયુસીએડબ્લ્યુ ખાતે આર.બી. સોલંકી ને નીમવામાં આવ્યા છે. આ નિમણૂકોને કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સશક્ત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
