આમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યા

શ્રેયસ સોસાયટીમાં 3 સ્કૂટર અને 2 કારને અડફેટે લીધી, કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા શહેરમાં અવારનવાર નબીરાઓ બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને વાહનોને…

શ્રેયસ સોસાયટીમાં 3 સ્કૂટર અને 2 કારને અડફેટે લીધી, કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા

શહેરમાં અવારનવાર નબીરાઓ બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને વાહનોને હડફેટે લઈ અકસ્માતો સર્જતા હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં આમ્રપાલી ફાટક નજીક શ્રેયસ સોસાયટીમાં બેફામ સ્પીડે ધસી આવેલી મર્સિડીઝ કારના ચાલકે પાંચ વાહનોને હડફેટે લેતાં અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. બે કાર અને ત્રણ સ્કુટરને ઠોકરે ચડાવતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર મર્સિડીઝ કારનો ચાલક નશાની હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે આજરોજ બપોરના સમયે શ્રેયષ સોસાયટી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી મર્સિડીસ આવેલી કારે એક બાદ એક પાંચ જેટલા વાહનોને હડફેટે લીધા હતા. કારચાલકે ત્રણ એકટિવા અને બે કારને હડફેટે લઈ તેમાં નુકસાન કર્યું હતું. જો કે સદનશીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થયાનું જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ અહીં લોકો એકત્ર થઈ ગયા હતા. દરમિયાન બનાવ સ્થળેથી જાણવા મળેલી વિગતો મુજબ, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અકસ્માતની આ ઘટનાને લઇ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *