જામનગર એસીબીની ટીમને મહત્ત્વની સફળતા મળી છે. મદદનીશ ઇજનેર વિજયકુમાર મીના 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ફરીયાદીના મીત્રના બિલ મંજૂર કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી, પરંતુ જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એ.સી.બી.એ સફળ ટ્રેપ ગોઠવી આરોપીને પકડી પાડ્યો છે.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર, આ કામના ફરીયાદીના મીત્રને જીલ્લાના લાખાબાવડ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર તથા ડબ્લ્યુ.એચ.ઓ. દ્વારા સયુંકતમાં નવનિર્માણ થઇ રહેલ દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઇલેકટ્રીકની કામગીરી તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ. મરીન તાલીમ કેન્દ્ર ખાતે ઇલેકટ્રીક સરસામાન ફીટીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાકટ મળેલ હતો. જે ઇલેકટ્રીક કામગીરીના બીલ મંજુર કરવા પેટે ફરીયાદીના મીત્ર સાથે આક્ષેપીતે રૂબરૂમાં લાંચની માંગણી કરેલ હતી.
પરંતુ જાગૃત નાગરિકની ફરિયાદ કરતાં આજરોજ સેન્ટ્રલ પબ્લીક વર્ક ડીપાર્ટમેન્ટની કચેરી, ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી કેમ્પસ, જામનગર ખાતે આક્ષેપીતની ચેમ્બરમાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૪,૫૨,૦૦૦/- ફરીયાદી પાસે માંગી, સ્વીકારી ફરીયાદીના મીત્ર સાથે લાંચની રકમ મળ્યા અંગે મોબાઇલ ફોન ઉપર કબુલાત કરી હતી, ત્યારબાદએસીબીની ટીમે મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાની ઘરપકડ કરી હતી.
