રાજકોટ જિલ્લા પંચાયતમાં બેઠક દિઠ 4થી 5 દાવેદારો, અનેક જૂના જોગીઓ ફરી લડવા તલપાપડ
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો તથા જિલ્લાની તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા ભાજપના બૈ નિરીક્ષકોએ ગોંડલ અને રાજકોટમાં તાલુ-ાવાર સેન્સ પ્રક્રિયા શરૂૂ કરી છે. આવતીકાલે સેન્સ પ્રક્રિયા પુરછ થયા પછી નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડમાં સંકલિત અહેવાલ રજુ કરશે. ભાજપના ટીકીટના દાવેદારોની લાઈન છે. પરંતુ ગઈકાલે મહાનગરપાલિકાની ચૂંટણી માટેના બેઠક દિઠ ઉમેદવારી માટે એકઠા થયેલા ઉમેદવારોની તુલનાએ જિલ્લા પંચાયત માટેની દરેક બેઠક દિઠ સરેરાશ પાંચથી વધુ દાવેદારો જોવા મળ્યા હતાં. સેન્સના સ્થળે રાજકીય કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો.
ગોંડલ પંથકની સેન્સ લેનાર ટીમમાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય શ્રી રાકેશ શાહ, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબે પરમાર અને યુવા ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કૌશલ દવેનો સમાવેશ થાય છે. રાજકોટ સહિતના 6 તાલુકાઓની બીજી ટીમમાં નિરીક્ષક તરીકે રાજયકક્ષાના વન પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણ માળી, ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી અતુલ પટેલ અને વર્તમાન મહામંત્રી ધર્મેન્દ્રાસિંહ વાઘેલા નીરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
એપ્રિલ,2026માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. જે ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોંપેલ આગેવાનો ઝોન-1માં રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ગાંધીનગર શહેર મહામંત્રી અતુલભાઈ પટેલ તેમજ ગાંધીનગર શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઝોન-1માં તથા પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ, પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખશ્રી કૌશલ્યાકુંવરબા પરમાર, પૂર્વ પ્રદેશ યુવા મહામંત્રી કૌશલભાઈ દવે દ્વારા ઝોન- 2માં ઈચ્છુક ઉમેદવારોની સેન્સ તા.01 થી 03 એપ્રિલ, એમ ત્રણ દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે આજે સાંજે પૂર્ણ થઈ હતી. ઝોન-02માં તા.01,એપ્રિલના રોજ ગોંડલ નવા માર્કેટિંગયાર્ડ ખાતેથી બપોરે 01 થી 04 કલાક સુધી ગોંડલ નગરપાલિકા, બપોરે 04 થી 08 કલાક સુધી ગોંડલ તાલુકાની સેન્સ લેવાઈ હતી.
જ્યારે આજે સવારે 9 થી 12 જેતપુર તાલુકા, બપોરે 1 થી 3 ઉપલેટા તાલુકા, બપોરે 3 થી 5 ધોરાજી તાલુકા અને સાંજે 5 થી 8 જામકંડોરણા તાલુકા તેમજ ઝોન-1માં તા.02,એપ્રિલના રોજ કમલમજીલ્લા ભાજપ કાર્યાલય, ઢેબર રોડ, રાજકોટ સવારે 9 થી 12 કોટડાસાંગાણી તાલુકા, બપોરે 1 થી 4 વિછીયા તાલુકા, બપોરે 4 થી 8 જસદણ તાલુકા, તા.03,એપ્રિલના રોજ સવારે 9 થી 12 લોધિકા તાલુકા, બપોરે 1 થી 4 પડધરી તાલુકા, બપોરે 4 થી 8 રાજકોટ તાલુકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ આર્ય, જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા દ્વારા આયોજનબદ્ધ રીતે માઈક્રો પ્લાનિંગથી સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જશ્રી પ્રકાશભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.
