રેલવે ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, બે આરોપી રૂપિયા 3.87 લાખની 82 ટિકિટ સાથે ઝડપાયા

66 ટિકિટ ઉપયોગમાં લેવાયેલી મળી આવી, નેટવર્કમાં અન્ય કોણ સામેલ? પોલીસે તપાસ શરૂ કરી બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ “ઓપરેશન સતર્ક” અંતર્ગત લીમડી રેલવે…

66 ટિકિટ ઉપયોગમાં લેવાયેલી મળી આવી, નેટવર્કમાં અન્ય કોણ સામેલ? પોલીસે તપાસ શરૂ કરી

બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ “ઓપરેશન સતર્ક” અંતર્ગત લીમડી રેલવે સ્ટેશન પરથી રેલવે ટિકિટના કાળા બજાર કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 82 ટિકિટ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹3,87,795 છે.

ઇન્સ્પેક્ટર અનિલ કુમારના માર્ગદર્શન હેઠળ, સબ ઇન્સ્પેક્ટર હરિદત્ત કુમાર, હેડ કોન્સ્ટેબલ નરેશકુમાર વાઘેલા અને કોન્સ્ટેબલ સત્યેન્દ્રસિંહની ટીમે લીમડી રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓ જોવા મળ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં તેમની પાસે યોગ્ય ઓળખ પુરાવા ન હોવાથી વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં એક સગીર અને બીજા નવસાદ અમીરભાઈ બગસરિયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી ટિકિટ બુક કરીને વધુ કિંમતે વેચતા હોવાનું ખુલ્યું હતું.

આરોપીઓના મોબાઇલ ફોન તપાસતા 66 ઉપયોગમાં લેવાયેલી અને 16 ઉપયોગ માટે બાકી ટિકિટ મળી આવી હતી. RPF દ્વારા બે મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. બોટાદ RPF દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી રેલવે ટિકિટના કાળા બજાર સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *