રાજકોટ શહેરમાં અશાંતધારાના નવા નોટિફિકેશનમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જાન્યુઆરી માસમાં અશાંતધારાની મુદત પૂર્ણ થયા બાદ નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તેમાં અનેક વિસ્તારો અને સોસાયટીઓના નામ ગાયબ થઈ જતાં સામાન્ય લોકો અને વકીલોની મુશ્કેલીમાં થયો છે. તંત્રની વહીવટી ભૂલને કારણેઆ વિસ્તારની દસ્તાવેજી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.પરંતુ અધિકારીઓના ભૂલના કારણે છેલ્લા બે મહિનાથી સામાન્ય લોકોના દસ્તાવેજની સંપૂર્ણ કામગીરી ઠપ્પ જોવા મળી રહી છે.
બીજી બાજુ હવે જોવાનું એ રહ્યું છે કે ભૂલ કોની છે સીટી પ્રાંત અધિકારી કે પછી મહેસૂલ વિભાગની ભૂલ છે.
શહેરની અંદાજે 28 જેટલી સોસાયટીઓ માટે સીટી પ્રાંત અને કલેક્ટર તંત્ર દ્વારા મહેસૂલ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જોકે, નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વકીલો કચેરી ખાતે દસ્તાવેજ માટે જતા તેમાં તે એરિયા નું નામ જ ગાયબ થયા હતા ત્યારબાદ વકીલોએ 15 દિવસ સુધી રાહ જોયા બાદ કલેક્ટર સહિતના અધિકારીઓને પણ રજૂઆત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું અનુસાર નવા નોટિફિકેશનમાં 70% જેટલી સોસાયટીઓનો ઉલ્લેખ જ નહોતો. આ ભૂલને કારણે સબ-રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજોની નોંધણી અટકાવી દીધી હતી. બે મહિનાથી લોકો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.જ્યારે અશાંતધારો લાગુ કરવાનો હોય ત્યારે જશ ખાટવા માટે પડાપડી કરતા નેતાઓ કે ધારાસભ્યો આટલી મોટી ભૂલ વખતે મૌન સેવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
દસ્તાવેજો અટકાતા વકીલોએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. પરિણામે, જયાં સુધી નવું સુધારેલું નોટિફિકેશન ન આવે ત્યાં સુધી ઈખઘ દ્વારા વચગાળાની સૂચના આપવામાં આવી છે કે: માત્ર વિધર્મીઓના જ દસ્તાવેજો રોકવા.સહ-ધર્મી (એક જ ધર્મના ખરીદનાર-વેચનાર) ના દસ્તાવેજોની કામગીરી ચાલુ રાખવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તંત્રએ પોતાની ભૂલ સ્વીકારીને ફરીથી નવું નોટિફિકેશન તૈયાર કરી ગાંધીનગર મહેસૂલ વિભાગને મોકલી આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, સામાન્ય જનતા અને વકીલોને બે મહિના સુધી પરેશાન કરનાર જવાબદાર અધિકારીઓ સામે કલેક્ટર કે રાજ્ય સરકાર કોઈ પગલાં લેશે કે કેમ?
