અનેક સાધુ ભગવંતોની નિશ્રામાં હજારો શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિ: ચાંદીનો રથ, નવપદના સ્ટેજ, બેન્ડની સુરાવલીઓએ જમાવ્યું આકર્ષણ
આજરોજ અનેકવિધ સાધુભગવંતોની પાવન નિશ્રા, હજારો શ્રાવક શ્રાવિકાઓની હાજરી વચ્ચે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, મદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર સંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાં સથવારે અતિ ભવ્ય અને દિવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીયાર દેરાસર ખાતે પૂ. આચાર્ય ભગવંત પ્રસ્નચંદ્રસાગરજી મહારાજ સાહેબનાં મુખેથી માંગલીક ફરમાવવામાં આવ્યું હતું. સાથે પૂ.યશોવિજયજી મ.સા., પૂ.મનકચંદ્ર મ.સા., પૂ.પ્રિયચંદ્ર મ.સા. અને પૂ.રામચંદ્ર મ.સા. વિગેરે આ ધર્મયાત્રામાં જોડાઈને શ્રાવકોને આશિર્વચન પાઠવ્યા હતા. ધર્મયાત્રાનાં અધ્યક્ષ તરીકે જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણીએ સ્થાન શોભાવ્યું હતું.
આ તકે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, જીતુભાઈ દેસાઈ, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી પ્રસ્થાન થયા બાદ આ ભવ્ય ધર્મયાત્રા કે જેમાં ભગવાન મહાવીર શુધ્ધ ચાંદીનાં રથમાં બિરાજમાન થઈ નગરચર્ચાએ નીકળ્યા હતા. જેમના દર્શનનો લાભ સમગ્ર રૂૂટમાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનો લીધો હતો. અને આ ચાંદીનાં સ્થને પૂજાની જોડમાં સજજ આવા ભયંકર તડકામાં ઉઘાડા પગે ચાલીને ભગવાનનાં નંદી બનીને યુવાનો રસ્થને ખેચતા ખૂબ જ અનુમોદના કરવી ઘટે તેવું કપરું કાર્ય કરતા પ્રહલાદ પ્લોટ યુવક મંડળનાં સભ્યોની ખૂબ ખૂબ અનુમોદના કરી હતી.
સમગ્ર રૂૂટમાં ઠેર ઠેર સમાજનાં વિવિધ જ્ઞાતિનાં એટલે કે અઢારેય આલમનાં પ્રતિનીધીઓ ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણાં કર્યા હતા. પ્રભુજીનાં સ્થની આગળ લાલ બાંધણીની સાડીની વેશભુષામાં સજ્જ કળશધારી બહેનો ભગવાનનાં સામૈયા કર્યા હતા. અનેકવિધ સંદેશાઓ અને જીવંત પાત્રો સાથેનાં ઉપદેશ આપતા ફલોટ જેની સંખ્યા 24 તીર્થંકરો પ્રમાણે 24 ફલોટ હતી. તેવા દર્શનિય ફલોટ આ ધર્મયાત્રામાં જોડાયા હતા. ધર્મયાત્રાનાં પ્રારંભે ધર્મધ્વજ સાથે યુવાનો અને ત્યારબાદ બાઈકમાં સાફામાં સજજ યુવાનો આ યાત્રાને શોભાવતા હતા. આ ઉપરાંત સુશોભીત બાઈક, સ્કુટર, સાઈકલ, સ્કેટીંગ કરતી બાળા સહીતનાં હોંશભેર જોડાયા હતા. નવકારનાં નવ પદ ઉપરથી પ્રેરીત નવ સ્ટેજ જે સમગ્ર યાત્રાનાં રૂૂટનાં અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા ત્યાં બાળકો દ્વારા આ યાત્રાનું અદકેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધર્મ યાત્રાનો રૂૂટ: મણીઆર દેરાસર-ચૌધરી હાઈસ્કુલ, મણીયાર દેરાસરજીથી પ્રારંભ, સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ, મદ્ રાજચંદ્ર મંદિર, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી ચોક, લિમડા ચોક, દિગંબર મંદિર, ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભુપેન્દ્ર રોડ, મુળવંતભાઈ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોક, વિરાણી પૌષધશાળા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
ધર્મસભા: ધર્મયાત્રા પૂર્ણ થયે વિરાણી પૌષધશાળા જૈન મોટા સંઘ ખાતે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધર્મસભામાં ઉપસ્થિત જશ પરિવારનાં પૂ.જ્યોતીબાઈ મહાસતીજી, પૂ.સ્મીતાબાઈ મહાસતીજીએ જૈન સમાજને આશિર્વચન પાઠવ્યા હતા. મોટા ઉપાશ્રય ખાતે ઉપપ્રમુખ દીનેશભાઈ દોશીએ શબ્દોથી સ્વાગત કરી શ્રાવક-શ્રાવિકાઓને આવકાર્યા હતા. આ તકે ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જાડેજાએ ઉપસ્થિત જૈન સમાજને પ્રસંગોચિત ઉદ્બોધન પાઠવ્યું હતું.
જૈન સમાજનાં આગેવાન હરેશભાઈ વોરા, જીતુભાઈ દેસાઈ, ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ બેનાણી, સાંજ સમાચાર પરિવારનાં કરણભાઈ શાહ દ્વારા પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યુ હતું, આ ધર્મસભામાં ચિત્ર સ્પર્ધાનાં વિજેતા તરીકે ગ્રુપ એ માં પ્રથમ ક્રમાંકે ધ્યાના મહેતા, બીજા નંબરે અનાયા શેઠ, ત્રીજા નંબરે જીત રવાણી, ચોથા નંબરે દિશીવ વસા, પાંચમા નંબરે ચેશા બખાઈ, છઠ્ઠા નંબરે હિર ગાંધી અને ગ્રુપ બી માં પ્રથમ ક્રમાંકે દિયા મહેતા, બીજા નંબરે માહી હપાણી, ત્રીજા નંબરે પ્રાપ્તી ભીમાણી, ચોથા નંબરે અવિનાશ પરમાર, પાંચમા નંબરે કલ્પ પંચમીયા, છઠ્ઠા નંબરે હીયા ચંદેરી, ગ્રુપ સી માં પ્રથમ ક્રમાકે ધર્મેશ નકુમ, બીજા નંબરે દિયા પરમાર, ત્રીજા નંબરે જાનવી સોલંકી, ચોથા નંબરે અમી ઉપાધ્યાય, પાંચમા નંબરે જલ્પા પરમાર, છઠ્ઠા નંબરે ચાંદની મહેતાને વિજેતા જાહેર કરાયા હતા. તદ્ઉપરાંત રંગોળી સ્પર્ધામાં ગ્રુપ એ માં પ્રથમ ક્રમાકે રીશીત પારેખ, બીજા નંબરે અનાયા શેઠ, ત્રીજા નંબરે માહી હપાણી, ચોથા નંબરે વિશ્વા બખાઈ, પાંચમા નંબરે યેશા બખાઈ જ્યારે ગ્રુપ બીમાં પ્રથમ ક્રમાંકે કેચુશા ગોધાણી, બીજા નંબરે વીણા મારડીયા, ત્રીજા નંબરે પૂર્વી મહેતા, ચોથા નંબરે અમી ઉપાધ્યાય, પાંચમા નંબરે રમેશભાઈ છાંટબારને વિજેતા જાહેર કરાયા હતા.
બાળકોની વેશભુશા સ્પર્ધામાં 10 વર્ષથી નાના બોયઝમાં પહેલા નંબર તક્ષ શેઠ, બીજા નંબરે સન્વેદ પારેખ, ત્રિજા નંબરે નિવાન શાહ, ચોથા નંબરે તંશ મહેતા, પાંચમા નંબરે રોમીલ મહેતા અને 10 વર્ષથી નાની ગર્લ્સમાં પહેલા નંબર મીતાંશી દોશી, બીજા નંબરે ચિશા શેઠ, ત્રિજા નંબરે દેશના શેઠ, ચોથા નંબરે પરી મહેતા, પાંચમા નંબરે વિદ્યોના દોશી આ ઉપરાંત 10 વર્ષથી મોટા બોયઝમાં પહેલા નંબર નક્ષ દામાણી, બીજા નંબરે કલ્પ પંચમીયા અને ત્રિજા નંબરે ધ્યેય શેઠ, ચોથા નંબરે હાર્દિક દોશી, પાંચમા નંબરે દર્પણ શેઠ અને રીદાન હપાણી અને 10 વર્ષથી મોટી ગર્લ્સમાં પહેલા નંબર હીર શાહ, બીજા નંબરે વિરતી શેઠ અને કાવ્યા દોશી, ત્રિજા નંબરે હીર ગાંધી, ચોથા નંબરે હારવી વોરા, પાંચમા નંબરે તિર્થશા ખારાને વિજેતા જાહેર કરવા તેમને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવેલ હતા.
ફ્લોટ સુશોભન સ્પર્ધામાં પ્રથમ નંબરે રૈયા હીલ દેરાસર, બીજા નંબરે પદમાવતી પુત્રવધુ મંડળ નેમીનાથ વિતરાગ સંઘ, ત્રિજા નંબરે લુક એન લર્ન જ્ઞાનધામ, ચોથા નંબરે સરદારનગર મહિલા મંડળ, પાંચમા નંબરે ગાંધીગ્રામ જૈન સંઘ પાઠશાળા તેમજ પ્રોત્સાહક વિજેતા તરીકે રૈયા હીલ દેરાસર કલ્યાણ સખી વૃંદ તેમજ નાગેશ્વર દેરાસરનાં ફ્લોટને વિજેતા જાહેર કરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લક્કી ડ્રો ભાગ્યશાળી વિજેતાઓને પણ પ્રભાવના કરવામાં આવી હતી. ધર્મસભા પૂર્ણ થયે સરદારનગર યુવક મંડળનાં યુવાનો સુંદર વ્યવસ્થા થકી દરેકને પ્રભાવનાનો લાભ આપેલ હતો.
આ સમગ્ર મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનાં આયોજનમાં જૈનમ પરિવારને વિશેષ અનુમોદના મળી હતી જેમાં મુખ્યત્વે જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલોપર્સ), રાજકોટ જૈન તપગચ્છ સંઘ – દાદા વાડી દેરાસર, એક ગુરુભકત પરિવાર, એક સુશ્રાવક પરિવાર, હિતેશભાઈ દોશી, હરેશભાઈ વોરા, જીતુભાઈ દેસાઈ, હિતેશભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, એચ.જે. ઈન્ડસ્ટ્રીઝ, પ્રદિપભાઈ વોરા, મતિ મધુબેન પ્રમોદભાઈ દેસાઈ, મનસુખલાલ જીવરાજભાઈ શાહ ભાડલાવાળા ટ્રસ્ટ વિગેરેનો સિંહ ફાળો રહ્યો હતો. ગૌતમ પ્રસાદ ગત વર્ષની માફક આ વર્ષે આખો સમાજ ધર્મસભા બાદ જયણા વિધી પૂર્વક બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્હાવો લે તેવા શુભ આશયથી યોજાયેલ નું આયોજન આ વખતે રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ ખાતે કરવામાં આવેલ હતું.
