ભારતની જનગણના-2027ની રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે, આ કામગીરી માટે ભારત સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર ડી. સુમેરાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે, નાયબ કમિશનર એચ.આર.પટેલને સિટી સેન્સસ ઓફિસર તરીકે તેમજ પ્રણય ડી.પંચાલ મેનેજર, ચૂંટણી શાખાને સેન્સસ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.
ભારતની જનગણનાની રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરીને કુલ 1 થી 18 વોર્ડ/ચાર્જમાં વહેચવામાં આવેલ છે, રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ શહેર ઉપરાંત આઉટર ગ્રોથ વિસ્તાર મોજે ગામ-બેડી- રોણકી તેમજ મનહરપુર-2ની કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે, વોર્ડના ચાર્જ ઓફિસર તરીકે વોર્ડ ઓફિસરને નિયુક્ત કરવામાં આવેલ છે. સને-2011ની જનગણનાં સીમાંકન મુજબ આધારભૂત તેમજ અંદાજીત વસ્તીને આધારેરાજકોટ મહાનગરપાલિકાનાં અંદાજીત બ્લોકની સંખ્યા-3535 ગણવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી માટેના ચાર્જ ઓફિસરને તાલીમ આપવા નિરજ એમ.વ્યાસને માસ્ટર ટ્રેનર તરીકે તેમજ નગર પ્રાથમિક શાળા હસ્તકની શાળાઓના સી.આર.સી ને તેમજ મુખ્ય શિક્ષકને ફિલ્ડ ટ્રેઈનર તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. જનગણના-2027ની કામગીરી માટે અંદાજે 150 થી 200 મકાનના બેઇઝ ગણી બ્લોક બનાવવાની કામગીરી તા.01/04/2026 થી તા.05/04/2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ સરકાર હસ્તકની શાળા-હાઈસ્કુલ તેમજ કોલેજોના પ્રાધ્યાપક તેમજ રાજય સરકારની વિવિધ કચેરી હસ્તકના અધિકારી/કર્મચારીને ગણતરીદાર તેમજ સુપરવાઈઝર -4700 જેટલા સ્ટાફને નિયુકત કરી તા.20/04/2026 થી તા.19/05/2026 સુધી હાઉસ લિસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવશે જનગણનાં-2027ની કામગીરી સુપર્ણપણે ડીજીટલી હાથ ધરવામાં આવશે જેમાં ભારત સરકાર દ્વારા નિયત કરાયેલ પ્રશ્નોની માહિતી પૂરી પાડવા રાજકોટ શહેરની જનતાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનર, દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
