જામનગરમાં નિર્લિપ્ત રાયનો ખોંખારો, ટપોરીઓ પાસે બગીચો સાફ કરાવ્યો

સુધરી જાવ અથવા રાજકોટ રેન્જ છોડીને ચાલ્યા જવા સ્પષ્ટ ચેતવણી રાજકોટ રેંજના આઈજીપીની જામનગર શહેરમાં ગઈકાલે સ્થાનિક અગ્રણીઓ સાથે એક બેઠક મળી હતી, ત્યારબાદ તેઓએ…

સુધરી જાવ અથવા રાજકોટ રેન્જ છોડીને ચાલ્યા જવા સ્પષ્ટ ચેતવણી

રાજકોટ રેંજના આઈજીપીની જામનગર શહેરમાં ગઈકાલે સ્થાનિક અગ્રણીઓ સાથે એક બેઠક મળી હતી, ત્યારબાદ તેઓએ જામનગરની એસ.પી. કચેરી એક્શન મોડમાં આવી જઈ ટપોરીઓને સિધા દોર કરવા માટે ની કવાયત હાથ ધરી લીધી હતી.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા ટપોરીઓ, કે જેઓની યાદી બનાવી લેવામાં આવી હતી, અને ગઈકાલે સાંજે તમામને જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એસ.પી. કચેરીની સામે આવેલા ગાર્ડનમાં એકત્ર કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ ટપોરીઓ સામે એક્શન મોડમાં આવી જઈ તમામને આખરી ચેતવણી આપી હતી.

રાજકોટ રેન્જમાં રહેવું હોય તો સુધરી જાજો, નહીં તો રેન્જ છોડીને ચાલ્યા જજો, તેવી ચીમકી આપી હતી, જેથી ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે. ટપોરીઓને સીધા કરવાના ભાગરૂૂપે એસ.પી.કચેરી સામેના ગાર્ડનમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને તમામ ટપોરીઓના હાથે ગાર્ડનની સાફ-સફાઈ કરાવાઈ હતીઝ અને કચરો એકત્ર કરીને બહાર ફેકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના આવા કડક એક્શન ને લઈને જામનગરના ગુન્હેગારમાં ભારે ફફડાટ મચી ગયો છે.

સંવેદનશીલ વિસ્તારમાં નિરીક્ષણ

રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય નું ગઈકાલે બપોરે જામનગરમાં આગમન થયા બાદ તેઓએ શહેરના આગ્રણીઓ સાથેની એક બેઠક યોજી હતી, ત્યારબાદ એક્શન મોડ માં આવી ગયા હતા અને પોતાની સાથેના 16 જેટલા ઉચ્ચ અધિકારીઓના પોલીસ વાહનના કાફલા સાથે સાંજના સમયે વોર્ડ નંબર 12ના અતિ સંવેદનશીલ વિસ્તારમાં મુલાકાત લીધી હતી, અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી જાત નિરીક્ષણ કર્યું હતું. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલો સંવેદનશીલ વિસ્તાર, જેમકે પટણીવાડ, ખાટકીવાડ, વાઘેરવાડો, ખોજા નાકા બહાર આવેલ વિસ્તારો અને સુમરાચાલી વિસ્તારમાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, એએસપી પ્રતિભા રાવ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, એલ.સી.બી, એસ.ઓ.જી અને સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.

36 રૂમવાળી વ્હાઇટ હાઉસ ઇમારતનું ડિમોલિશન

રાજકોટ રેન્જના આઈ.જી નિર્લિપ્ત રાય કે જેઓ ગઈકાલે સૌપ્રથમ વખત જામનગર શહેરના મહેમાન બન્યા હતા, અને જામનગર ની તેઓની મુલાકાત અને બેઠકોનો દોર હાથ ધરી લીધા બાદ સાંજના સમયે શહેરના વોર્ડ નંબર 12ના અતિ સંવેદનશીલ વિસ્તારમાં જાત નિરીક્ષણ માટે પહોંચ્યા હતા, અને સ્થાનિક વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ તેઓને એક ગેરકાયદે ઇમારત ધ્યાનમાં આવી હતી. વ્હાઇટ હાઉસ તરીકે ઓળખાતી 36 રૂૂમ વાળી ઈમારત, કે જેને તોડી પાડવાનો આદેશ કરાયા બાદ મોડી રાત્રે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું, અને ગઈ રાત્રે જ તે બિલ્ડીંગ પર હથોડો વિઝવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય ની સૂચના થી જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની એ ગઈકાલે મોડી રાત્રે જ ઉપરોક્ત ગેરકાયદે બિલ્ડીંગ ને તોડી પાડવા માટેનો આદેશ કરાયો હતો, અને સીટી ડી.વાય.એસ.પી. જે એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એ.ડિવિઝન ના પી.આઈ. નિકુંજ ચાવડા અને તેઓની ટીમ દ્વારા પટણીવાડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, અને તેઓની ઉપસ્થિતિમાં ઉપરોક્ત ગેરકાયદે બિલ્ડીંગ ને જેસીબીની મદદથી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *