ગોંડલમાં કારમાં આગ લાગતા હાડપિંજર બની ગઈ

ગોંડલ નાં ભગવતપરા સુખનાથ નગર પાસે બપોર નાં સુમારે કાર માં અચાનક આગ લાગતા સળગવા લાગી હતી.સદનશીબે કાર ચાલક તથા તેના મિત્ર કાર નો દરવાજો…

ગોંડલ નાં ભગવતપરા સુખનાથ નગર પાસે બપોર નાં સુમારે કાર માં અચાનક આગ લાગતા સળગવા લાગી હતી.સદનશીબે કાર ચાલક તથા તેના મિત્ર કાર નો દરવાજો ખોલી બહાર નિકળી જતા બચાવ થવા પામ્યો હતો.બનાવ નાં પગલે ફાયર ફાઇટરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પરંતુ કાર સળગીને હાડપિંજર બની ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ શાપર પારડી રહેતા ચિરાગભાઈ દલપતભાઇ ચૌહાણ તેના મિત્ર સાથે મોબાઇલ ખરીદવા પોતાની જીજે 16 બીએન 2444 નંબર ની કાર લઇ ગોંડલ આવ્યા હતા.દરમ્યાન સુખનાથ નગર પાસે પંહોચ્યા ત્યારે કાર નાં બોનેટ માં થી ધુવાડા નિકળવા લાગતા ચિરાગભાઈ એ કાર થોભાવી હતી.અને પલવાર માં આગ નાં લબકારા દેખાવા લાગતા ચિરાગભાઈ મિત્ર સાથે કાર ની બહાર દોડી ગયા હતા.

દરમિયાન કાર માં આગ પ્રસરી જતા તુરંત ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલાં ફાઇટરો એ આગ કાબુમાં લીધી હતી.આગ માં સમગ્ર કાર બળી ગઇ હોય નુકસાન પંહોચ્યુ હતુ.બનાવ અંગે એ’ડીવીઝન પોલીસ નાં જિજ્ઞેશ પુરોહિતે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *