પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 121 વેપારીને 33070નો દંડ

મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ગંદકી સબબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં 121 આસામીઓ પાસેથી પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી…

મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ગંદકી સબબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં 121 આસામીઓ પાસેથી પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી સબબ રૂા.33070નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 23/03/2026 થી 24/03/2026 એમ કુલ 02 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.

જેમાં તા. 23/03/2026 થી 24/03/2026 એમ કુલ 02 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 121 આસામીઓ પાસેથી રૂૂ 33070/નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *