શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આજરોજ વ્યાજખોરો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિકોનું વધુ વ્યાજ દ્વારા થતું શોષણ અટકાવવા માટે આ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિર્દેશ મુજબ રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સાથે જ લોકોને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરી બેંકિંગ વ્યવસ્થા તરફ પ્રોત્સાહિત કરવા જનસંપર્ક લોન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં બેંકો સાથે સંકલન કરી સામાન્ય લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન 1 કરોડ રૂૂપિયા કરતાં વધુની હોમ લોન મંજૂર કરવામાં આવી હતી.
અભિયાન દરમ્યાન વધુ વ્યાજ લઈને લોકોનું શોષણ કરનાર એક કેસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આવા તત્વો સામે આગળ પણ કડક પગલાં લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે.
