ભાવનગર જિલ્લાના મહુવા ના યુવાન વેપારી ના લગ્ન થઈ ગયા હોવા છતાંય ફેસબુક પર અજાણી મહિલાની આવેલ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી ને તેમની સાથે ગલબલિયા થાય તેવી વાત કરવી,રૂૂબરૂૂ મળી ને બાઇક પર માત્ર દોઢેક કિમિ સુધી બેસાડી ને લઈ જવી રૂૂપિયા 2 લાખ માપડીછે.
આ ઘટના ને લઈ જિલ્લા પોલીસ વડા એ વેપારીની ફરિયાદ નોંધી કડક તપાસ ના આદેશ આપ્યા હતા તો બીજી તરફ આ મામલે તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ એ આ ઓપરેન્ડી થી ખંડણી અને ગુંડાઓ સામે તપાસ ની સૂચના અપાઈ હતી.
એલ.સી.બી પોલીસે ગણતરી ની કલાકોમાજ આખીય ગેંગ મા કોણકોણ સામેલ છે તે શોધીકાઢ્યું હતું. જેમા બે આરોપીઓ ઘનશ્યામ સાંગા અને રમેશ ભીખા પકડાઈ જવા પામ્યા હોય ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જેના અનુસંધાને ભાવનગર ના અર્જુન લાલા ચૌહાણ,ભરત જાગાભાઈ મંધુઆ,લાલા નાથાભાઈ ચૌહાણ,વિપુલ તુલસીભાઈ પરમાર રે.કમળેજ તથા મુખ કાવતરા ખોર વિલાસબેન બીપીનભાઈ પુરાણી ની ધરપકડ કરી હતી.પોલીસે વેપારી પાસે થી તળાજા આંગડીયા મારફત મેળવેલ રૂૂપિયા બે લાખ રિકવર કર્યાહોય આજે કોર્ટમાં રજૂ કરતા સાતેય આરોપોઓને જેલના સળિયા પાછળ ધકેલાયા છે.
દાઠા પોલીસે એકીસાથે પકડાયેલા પાંચેય આરોપીઓનું રિક્ધટ્રક્શન બોરડા નજીક હાઇવેપર કર્યું હતું અહીં આરોપીઓ ની ચાલ બદલાયેલ જોવા મળી હતી.જોકે પોલીસ ઇન્ટરોગેશન દરમિયાન આ ગેંગે એ આ રીતે અન્ય કોઈને ફસાવ્યા હોય તેવું બહાર આવ્યું નથી.ગેંગ ના બે સભ્ય ભાવનગર મા રીક્ષા ચલાવે છે.સૂત્રધાર વિલાસબેન વિરુદ્ધ અગાઉ વર્ષો પહેલા એક ગુન્હો નોંધાયેલ છે.બે સંતાન ની માતા છે.
તેમની મોડ્સ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતુ કે સોસીયલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર ખોટી ઓળખ ઉભી કરી ને મિત્રતા કેળવે છે બાદ ફસાવી ને રૂૂપિયા મેળવે છે.આ ઘટનામાં મહુવાના વેપારી ને બાઇક પર માત્ર દોઢેક કિમિ સુધી બેસાડવાના જ રૂૂ.2 લાખ આપવા પડ્યા હતા.ત્યારબાદ પણ અન્ય સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ ખુલ્લું ન પડીજાય તે માટે ફરિયાદ કરવાનું ટાળવુ અને પોતે ક્યાંય કોઈરીતે સંડોવાયેલ ન હોવાનો દાવોપણ કર્યોહતો. ભાવનગર પોલીસે આ સમગ્ર ઘટના ખુલ્લી પાડી છે.પોલીસે જણાવ્યું હતુ કે કોઈપણ અજાણી યુવતી ની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો તે સ્વીકારવી નહિ,લલચાવુ નહિ.
