રાજકોટ જિલ્લામાં 9,56522 મતદારો, મતદારયાદી જાહેર

ધોરાજી તાલુકામાં સૌથી ઓછા 51791 મતદારો નોંધાયા, રાજકોટ તાલુકો સૌથી મોટો રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતોની ચુંટણી પૂર્વે આજે જિલ્લાની આખરી મતદાર યાદી…

ધોરાજી તાલુકામાં સૌથી ઓછા 51791 મતદારો નોંધાયા, રાજકોટ તાલુકો સૌથી મોટો

રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતોની ચુંટણી પૂર્વે આજે જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવતા જિલ્લામાં કુલ 956522 મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો રાજકોટ તાલુકામાં 134482 નોંધાયા છે. જયારે સૌથી ઓછા મતદારો ધોરાજી તાલુકામાં 51791 નોંધાયા છે.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો તેમજ 11 તાલુકા પંચાયતોની 202 બેઠકો છે. મતદાન માટે કુલ 1189 મતદાન મથકો નિયત કરાયા છે. ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડના આંકડાઓ વિશ્ર્લેષણ કરતા જણાય છે કે અહીં કુલ 81,471 મતદારો છે. જેમાં 42,235 પુરુષ મતદારો જયારે 39,230 મહિલા મતદારો નોંધાયા છે .ગોંડલના વોર્ડ નંબર 1 માં સૌથી વધુ 9,333 મતદારો છે, જ્યારે વોર્ડ નંબર 9 માં સૌથી ઓછા 5,261 મતદારો નોંધાયા છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમીસ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ ટેન્ડરો પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે.

તાલુકાનું નામ કુલ મતદાર
રાજકોટ 134482
પડધરી 61595
લોધીકા 46602
કોટડાસાંગાણી 66075
ગોંડલ 139104
જેતપુર 102037
જામકંડોરણા 60702
ધોરાજી 51795
ઉપલેટા 73973
વિંછિયા 95511

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *