બ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજ

કથિત પત્રકારો વિરુદ્ધ વધુ બે અરજી પોલીસને મળી : સમગ્ર મામલે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવા તપાસ શહેરમાં પોલીસ અને બિલ્ડરો…

કથિત પત્રકારો વિરુદ્ધ વધુ બે અરજી પોલીસને મળી : સમગ્ર મામલે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવા તપાસ

શહેરમાં પોલીસ અને બિલ્ડરો સહિતના અનેક લોકો માટે ન્યુસન્સ બનેલી પત્રકાર તરીકે ઓળખ આપી સામાન્ય લોકોને બ્લેકમેલ કરી રંઝાડતી પીળું પત્રકારત્વ કરતા પત્રકારો સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ આ બ્લેકમેલીંગ કાંડમાં સાયબર ક્રાઈમની ટીમે સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડો.કમલ નાંઢાની ધરપકડ કરી તેને રિમાન્ડ ઉપર લેવા તજવીજ શરૂૂ કરી છે. તેમજ આ બ્લેકમેલીંગ કાંડમાં સંડોવાયેલ અન્ય પત્રકારોની શોધખોળ શરૂૂ કરી તેમની સામે સજ્જડ પુરાવા એકત્ર કરવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કામે લાગી છે.

રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનકમાં બલ્બના હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી રૂૂપે રૂૂપિયા 25 લાખની માંગણી કરી 1 કરોડા પડાવવાનો કારસો રચનાર સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડો.કમલ નાંઢા, હિરેન ભીખુભાઈ મકવાણા (સત્યની ગર્જના ન્યુઝ), અજયસિંહ દોલુભા ચુડાસમા, હાર્દિક નિતિનભાઈ ડોડીયા, જગદીશ તેરૈયા (રાજકોટ હેડલાઈન્સ), જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી (ભારત ટાઈમ્સ), તેની પત્ની સ્વાતિ નથવાણી, અમીત ઠક્કર (ભારત હેડલાઈન્સ), ભરત (બી-વનન્યુઝ) અને બે મોબાઈલ ધારકો સામે ઇગજ કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઇટી એક્ટની કલમ 66(ઊ), 67, અને 67(અ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આ બ્લેકમેલીંગ કાંડમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો. કમલ નાંઢાની ધરપકડ કરવામાં આવી છે.

ડો.કમલ નાંઢાએ સૌપ્રથમ પોતાની પાસે રહેલા આપત્તિજનક વીડિયો તેણે કોને શેર કર્યા હતા તેમજ ડોક્ટર કમલ દ્વારા આપત્તિજનક વીડિયોનો અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ? તબીબ પાસે 50000 રૂૂપિયા ખંડણી સ્વરૂૂપે મેળવવામાં આવ્યા હતા. તે પૈકી કેટલા રૂૂપિયા ડો.કમલ નાંઢાને મળ્યા છે કે કેમ? સ્પાઈ કેમની ખરીદી તેણે ઓનલાઈન કરી હતી કે ઓફલાઇન? સ્પાઈ કેમેરો લગાવવા માટે તેણે અન્ય કોઈ વ્યક્તિની મદદ લીધી હતી કે કેમ? ડો કમલ દ્વારા 3000 થી 4000 રેકોર્ડ કરેલા વિડીયો તેણે કોઈ લેપટોપ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઈઝમાં સ્ટોર કર્યા છે કે કેમ? તપાસના કામે સ્પાઈ કેમેરો, મેમરી કાર્ડ સહિતની વસ્તુઓ કબજે કરવામાં અને પુરાવા એકત્ર કરવા સાયબર ક્રાઈમની અલગ અલગ 4 ટીમો તપાસ કરી રહી છે. ડો.કમલ નાંઢાના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂૂ કરાઈ છે. તેનું મેડીકલ ચેકઅપ થયા બાદ હવે તેને સાંજે રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવમાં આવશે. ડો.કમલ નાંઢાએ ખરેખર કયા હેતુથી સ્પાઈ કેમેરો લગાવવામાં આવ્યો હતો તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી સી.એમ.પટેલની સુચના અને સાયબર ક્રાઈમના પી.આઈ જે.એમ કૈલા,પી.આઈ એસ.ડી.ગીલવાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ તથા સાયબર સેન્ટીનલ લેબની મદદથી ફરાર 11 પત્રકારોની ધરપકડ માટે તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *