1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…

રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાના રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેની તપાસમાં 1500 કરોડ રૂૂપિયાની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું હતું.આ પ્રકરણની તપાસમાં રાજકોટની સોનીબજારમાં આંગડીયાપેઢીના સંચાલક સહીત બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ બન્ને શખ્સોની પુછપરછમાં ફ્રોડની રકમ માંથી દુબઈ થી સોનાની દાણચોરી અને સટ્ટાના નેટવર્કનો મોટા વહીવટ થયાનો પર્દાફાશ થયો છે.

ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરી નેટવર્ક મામલે રાજકોટ ગ્રામ્ય આગાઉ જય મનસુખભાઈ નાદપરા, રૂૂષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી, પ્રવીણસિંહ ભુપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજીજાડેજા, આદિલ ઉદીન લાલાભાઈ ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા, હર્ષિલ નીલેશભાઈ શાહ, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને ભરતસિંહ પરમાર સહિતના શખ્સોની ધરપકડ કરી હતી. તમામ સામે પડધરી પોલીસમાં ગુનો નોંધાયો હતો. ભારતભરના વિવિધ રાજયો માંથી ઓનલાઈન પોર્ટલ મારફત 85 અરજીઓ કરવામાં આવી છે. રૂૂષિતે તેના મિત્ર હર્ષિલ શાહ સાથે સંપર્ક કરાવી તેના ખાતામાં કરોડોની રકમનું ટ્રાન્ઝેક્શન કરાવેલ હતું. આ ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરૂૂ રાખી ગુજરાત સહિત અન્ય રાજ્યના વિવિધ લોકોને લલચાવી, ફોસલાવીછેતરપિંડી આચર્યા બાદ ફોડના નાણા મેળવી બાદ વિવિધ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યા હતા. રાજકોટના જય નાદપરા અને મનીષ કામાણીએ આર્થિક ખેંચ દૂર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ અને ગેમીંગના કરોડો રૂૂપિયા જમાં કરી લાખોનું કમિશન મેળવી લીધું હતું.

મનિષ કમાણી તથા જય નાદપરાએ તેના બેન્ક એકાઉન્ટ મારફતે લેવડ-દેવડ થયેલ હોય તે તમામ રોકડા રૂૂપિયા ઉપાડી આંગડીયા મારફતે અગાઉના પકડાયેલ આરોપીઓ પ્રવિણસિંહ પરમાર તથા મહેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ વાઘેલા મોટુ કમિશન લઇ તેલંગણાના આદીલુદીન મહમદ મુનીરૂૂદીન મહમદને ટ્રાન્સફર કર્યા હોવાનું ખુલ્યું હતું તેમજ નાણાની લેવડ- દેવડ હિરેનભાઇ લીંબાસીયા મારફતે થતી હતી. તેમજ મિહીર રંગાણી તથા મનિષભાઇ રામાણી હસ્તકના તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલ નાણાની લેવડ દેવડ શીવાલય તીરૂૂપતિ પાર્ક -2 નાના મોવા હરિદ્રાર હાઇસ વાળી શેરીમાં રહેતા હિરેનભાઇ અશ્વિન લીંબાસીયાની મધ્યસ્થી થકી થયેલનું તપાસમાં ખુલ્યું હતું. તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં પકડાયેલ આરોપીઓ દ્રારા આશરે 1500 કરોડ રૂૂપિયાની સાયબર ફ્રોડના નાણાનું રોકડમાં રૂૂપાંતર કરી તેની અલગ અલગ માધ્યમથી હેર ફેર કરેલનું તપાસમાં ખુલ્યું હતું.

આ અંગેની તપાસમાં રાજકોટ સોની બજારમાં આંગડીયાનું કામકાજ કરતા કેતનભાઈ અરવીંદભાઈ આડેસરા અને વિવેક વીઠલભાઈ ભાલીયાનું નામ ખુલ્યું હતું જેની પણ ધરપકડ કરવામાં આવી છે. બન્ને શખ્સોએ અલગ અલગ ઓનલાઈન ગેમિંગ બેટિંગ એપના રૂૂપીયા વીથડ્રો કરતા હતા અને દુબઈ ખાતેના અન્ય આરોપીઓ સાથે સોનાની દાણચોરી સહિતનો મોટો વહીવટ કરેલ છે, તેની વિગતો મેળવવા રિમાન્ડની માંગણી કરી હતી.
આ કેસમાં જેલ માં રહેલા આરોપી હીરેન લીંબાસીયાનો કબજો લેવા પોલીસે કોર્ટ સમક્ષ માંગ કરી હતી જોકે તેના અગાઉ રિમાન્ડ મળી ગયેલ છે, તેની જામીન અરજી રાજકોટની અદાલતમાં પેન્ડિંગ છે તેમજ તેની રિટ પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. આં ત્રણેયની વિશેષ પુછપરછ કરવા પોલીસે રિમાન્ડની માંગ કરી છે. તપાસમાં દુબઈમાં સોનાની દાણચોરી તેમજ સટ્ટાના નેટવર્કના મોટા વહીવટનો પર્દાફાશ થશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *