માણાવદરના બોડકા ગામે કરૂણાંતિકા: બોલ પેનનું ઢાંકણું ગળી જતાં છ વર્ષના બાળકનું મોત

માણાવદર તાલુકાના બોડકા (સ્વામીના) ગામે એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં મજૂરી કામ કરતા એક શ્રમિક પરિવારના 6…

માણાવદર તાલુકાના બોડકા (સ્વામીના) ગામે એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં મજૂરી કામ કરતા એક શ્રમિક પરિવારના 6 વર્ષના બાળકે રમતા-રમતા બોલપેનનું ઢાંકણું ગળી જતાં, શ્વાસ રૂૂંધાવાથી તેનું કરૂૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, માણાવદરના બોડકા ગામે આવેલી બટુકભાઈ જસાણીની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બલેડી ગામના ગણપતભાઈ જમાલભાઈ બુડેડિયા પોતાના પરિવાર સાથે ખેત મજૂરી અર્થે રહે છે. ગત તારીખ 14 માર્ચના રોજ સાંજના સમયે ગણપતભાઈનો 6 વર્ષનો પુત્ર વિશાલ ઘર આંગણે રમી રહ્યો હતો. રમતી વખતે અચાનક વિશાલે બોલપેનનું ઢાંકણું મોઢામાં નાખ્યું હતું, જે અજાણતા જ ગળામાં ઉતરી ગયું હતું.આ ઢાંકણું બાળકની શ્વાસનળીમાં ફસાઈ જતાં તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગી હતી.ગણતરીની મિનિટોમાં જ શ્વાસ રૂૂંધાઈ જવાને કારણે માસૂમ વિશાલનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નિપજ્યું હતું.

પોતાના વ્હાલસોયા પુત્રને નજર સામે દમ તોડતો જોઈ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. લાડકવાયાના અકાળે અવસાનથી શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો છે.આ બનાવ અંગે માણાવદર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક બાળકના પિતા ગણપતભાઈનું નિવેદન નોંધી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *