મોરબીમાં વ્યાજખોરો બેફામ, 30 લાખનું 18 લાખ વ્યાજ ચૂકવ્યુ છતા ધમકી આપી

મોરબી જિલ્લામાં વ્યાજખોરી અને ધમકીઓનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ ઊંચા વ્યાજે રૂૂપિયા આપી પીડિત પર દબાણ બનાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.…

મોરબી જિલ્લામાં વ્યાજખોરી અને ધમકીઓનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ ઊંચા વ્યાજે રૂૂપિયા આપી પીડિત પર દબાણ બનાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા નજીક ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધારેશભાઈ બચુભાઈ કૈડ (ઉ.વ.40) એ આરોપી દેવશીભાઈ બીજલભાઈ વેરાણા રહે મકનસર તા.જિ.મોરબી, હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા રહે. બોડકા તા.જોડીયા જિ.જામનગર, મયુર ઉર્ફે દેવો દીલીપભાઈ કરોતરા રહે રબારી વાસ, જેલ રોડ, મોરબીર, રમેશભાઈ મનાભાઈ વાંક રહે હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ,મોરબી, ભરતભાઈ હેમુભાઈ સોલંકી રહે જી.આઈ.ડી.સી. નાકા પાસે, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી એ આરોપી દેવશીભાઈ પાસેથી 30,00,000 5% લેખે વ્યાજે લીધેલ હોય જેનુ વ્યાજ 18,00,000/- ચુકવેલ હોય તથા આરોપી હર્ષદભાઈ પાસેથી 20,00,000/- રૂૂપિયા 10% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ 16,00,000/- ચુકવેલ હોય તથા આરોપી મયુર ઉર્ફે દેવો પાસેથી 14,00,000/- રૂૂપિયા 2.5% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ 4,22,000/- ચુકવેલ હોય તથા આરોપી રમેશભાઈ પાસેથી 10,00,000/- રૂૂપિયા 2% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ 2,40,000/-ચુકવેલ હોય તથા આરોપી ભરતભાઈ પાસેથી 5,00,000/- રૂૂપિયા 3% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ 90,000/- ચુકવેલ હોય તેમ છતા આ કામના આરોપીઓ ફરીયાદી પાસેથી વ્યાજ તથા મુડીની રકમ ની ઉઘરાણી કરતા હોય અને વ્યાજ ન ચુકવતા ફોન ઉપર ગાળાગાળી કરી જેમા આરોપી દેવશીભાઈનએ જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી રમેશભાઈ એ ફરિયાદીની દુકાન તથા ફરીયાદીના પત્નીનો મકાનનો અસલ દસ્તાવેજ કબ્જે કરી પાંચેય આરોપીએ ફરિયાદિને મ્રુત્યુનો ભય બતાવી ફરિયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *