મોરબીની સબ જેલ અવારનવાર સમાચાર માધ્યમોમાં ચમકતું રહે છે જેલમાં ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત મોબાઈલ, પાન માવા સહિતની ચીજવસ્તુઓ મળતી રહે છે અને સબજેલ તંત્રની કામગીરી સામે આંગળીઓ ચિંધાતી રહે છે ગત શનિવારે બહારથી પોટલું ફેંકવામાં આવ્યું હતું જેમાં મોબાઈલ અને માવા મળી આવતા રાજકોટ રેંજ આઈજીએ આજે ઓચિતના મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી રાજકોટ રેંજ જેલ આઈજી ગીરીશ પંડ્યાએ આજે મોરબી સબ જેલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને સબ જેલમાં ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
જે મુલાકાતમાં જેલમાંથી કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી ના હતી રેંજ આઈજીએ જેલ અધિકારી અને સ્ટાફને જરૂૂરી સૂચનાઓ આપી હતી તે ઉપરાંત રેંજ આઈજી ગીરીશ પંડ્યા એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં જીલ્લા એસપી અને ડીવાયએસપીની હાજરીમાં મીટીંગ યોજવામાં આવી હતી. રાજકોટ રેંજ જેલ આઈજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ 50 ટકા કેદીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજુ કરવામાં આવે છે અને વધુમાં વધુ કેદીઓને વિડીયો કોન્ફરન્સ માધ્યમથી રજુ કરાય તેવા પ્રયાસો ચાલુ છે તેમજ જીલ્લા જેલની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયત્નો પણ કરતા હોવાનું જણાવ્યું છે.
