મોરબીમાં ધમકી આપનાર બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

વ્યાજખોરીનો બેફામ આતંક! વધુ રૂૂપિયા ન આપો તો ઘરબાર વગરના કરી નાખવાની ધમકી, બે શખ્સો સામે ગુનો નોંધાયો. મોરબી જિલ્લામાં વ્યાજખરો બેફામ બની રહ્યા છે…

વ્યાજખોરીનો બેફામ આતંક! વધુ રૂૂપિયા ન આપો તો ઘરબાર વગરના કરી નાખવાની ધમકી, બે શખ્સો સામે ગુનો નોંધાયો. મોરબી જિલ્લામાં વ્યાજખરો બેફામ બની રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં પઠાણી ઉઘરાણી અને બેફામ વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીના એક ખેડૂત આરોપીઓ પાસેથી 11 લાખ રૂૂપિયા વ્યાજે લિધેલ હોય જેના બદલે 2.34 કરોડ ચૂકવ્યા છતા આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરતા બે શખ્સો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ પર રહેતા અને ખેતી કરતા સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા (ઉ.વ.60) એ આરોપી રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા તથા અશ્વિનભાઈ રામજીભાઈ ભાલોડીયા રહે. બંને આર્યનગર સોસાયટી જીઆઇડીસી સામે શનાળા રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ધંધા માટે નાણાંની જરૂૂર પડતા તેમણે વર્ષ 2023 દરમિયાન રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ પાસેથી રોકડા રૂૂ.11,00,000/- (અગ્યાર લાખ) લીધેલ હોય જેના દર અઠવાડીયે તેમજ મહીને 5 ટકા લેખે મળી વ્યાજના રૂૂ. 6,75000/- ચુકવી આજદીન સુધીમાં રૂૂ. 2,43,00000/- (બે કરોડ તેતાલીસ લાખ રૂૂપીયા પુરા) ચુકવી આપેલ હોવા છતા વધુ વ્યાજની માંગણી કરી અને જો રૂૂપિયા નહી આપેતો ફરીયાદી તથા તેના પરીવારને ઘરબાર વગરના કરી નાખવાની ગર્ભીત ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 384, 506(1), 114 તેમજ ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતના અધિનિયમ- 2011ની કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *