ઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવો

અત્યાર સુધીમાં ઇરાનના 7 હજારથી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો મિડલ ઈસ્ટ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (16 માર્ચ, 2026) દાવો કર્યો હતો…

અત્યાર સુધીમાં ઇરાનના 7 હજારથી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો

મિડલ ઈસ્ટ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (16 માર્ચ, 2026) દાવો કર્યો હતો કે ઈરાનની લશ્કરી શક્તિ ખતમ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે ઈરાનમાં 7,000થી વધુ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી એકવાર કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચીન અને જાપાન અમારી મદદ કરે. ટ્રમ્પે કહ્યું હતું કે, “ઈરાની સરકારને ઉથલાવી પાડવા માટેનું અમારું શક્તિશાળી લશ્કરી અભિયાન છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણ તાકાતથી ચાલી રહ્યું છે.

તેઓ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેમની (ઈરાનની) વાયુસેના અને નૌકાદળ લગભગ ખતમ થઈ ચૂકી છે. તેમના 100થી વધુ જહાજો અને અનેક યુદ્ધજહાજો ડૂબી ગયા છે. એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર નાશ પામ્યા છે અને તેમના નેતાઓ પણ માર્યા ગયા છે. તેઓ 47 વર્ષથી આતંક ફેલાવી રહ્યા છે અને હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે ઘણા વર્ષો પહેલા થવી જોઈતી હતી.”

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “યુદ્ધની શરૂૂઆતથી અમે ઈરાનમાં 7 હજારથી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે, જેમાંથી મોટાભાગના વ્યાપારી અને લશ્કરી સ્થળો હતા. તેમના બેલિસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણમાં 90 ટકા અને ડ્રોન હુમલામાં 95 ટકાનો ઘટાડો થયો છે. અમે મિસાઈલ અને ડ્રોન ઉત્પાદન પ્લાન્ટ પર પણ હુમલો કર્યો છે અને આ વલણ આજે પણ ચાલુ છે. અમે આજે તેમાંથી ત્રણ પર હુમલો કર્યો છે.”

ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે ખાર્ગ ટાપુ પર હુમલો કર્યો અને તેને સંપૂર્ણપણે નાશ કર્યો. અમે તેલ ક્ષેત્ર સિવાય ટાપુ પર બધું જ નાશ કર્યું. અમે પાઇપલાઇનો ત્યાં છોડી દીધી. અમે તે કરવા માંગતા ન હતા, પરંતુ અમારે કરવું પડ્યું. ભવિષ્યમાં તે દેશ (ઈરાન) ને ફરીથી બનાવવાના હેતુથી, મને લાગે છે કે અમે યોગ્ય કાર્ય કર્યું. હવે ઈરાન તેની મિસાઈલ અને ડ્રોન ક્ષમતાઓ ફરીથી વધારી શકશે નહીં કારણ કે અમે તેનો નાશ કર્યો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *